મોરબીના લાયન્સનગર વિસ્તારમાં કચરાના ઢગલા

0
42
/

મોરબી : મોરબીના છેવાડાના વિસ્તાર ગણાતા શનાળા બાયપાસ પાસે આવેલા લાયન્સનગરમાં ઘણા સમયથી ગંદકીનો સળગતો પ્રશ્ન છે. જેમાં સફાઈના અભાવે આ વિસ્તારમાં કચરાના ગંજ ખડકાયા છે. પાલિકાની કચરા ગાડી જ કચરો ઉપાડવા ન આવતી હોવાથી કારણે ગંદકીથી આ વિસ્તારમાં રોગચાળાનો ખતરો ઉભો થયો છે.

મોરબીના વોર્ડ નંબર-11માં આવેલા લાયન્સનગર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી નગરપાલિકાની કચરા ગાડી કચરો લેવા આવતી જ નથી. આ બાબતે અનેક રજુઆત કરવા છતાં કોઈ પરિણામ આવ્યું નથી. આથી આ વિસ્તારમાં ઠેરઠેર કચરાના ગંજ ખડકાયા છે. જો કે લાયન્સનગર પ્રાથમિક શાળાની પાછળ ત્રણ શેરીઓમાં કચરા ગાડી આવે છે. તો લાયન્સનગરમાં કેમ કચરા ગાડી આવતી નથી. આથી લાયન્સનગરની પાંચ શેરીઓના લોકોને કચરા નિકાલ માટે ભારે હાડમારી વેઠવી પડે છે. જ્યાં ત્યાં કચરા ફેકાતા હોવાથી ગંદકી વકરો છે અને રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે. આથી આ વિસ્તારમાં કચરા નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવા સામાજિક કાર્યકર અબ્દુલભાઈ બુખારીએ પાલિકાના ચીફ ઓફિસરને રજુઆત કરી છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/