મોરબીના SP ડો.કરણરાજ વાઘેલાની બદલી, નવા SP તરીકે એસ.આર.ઓડેદરા મુકાયા

0
1395
/

‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ ન્યૂઝ નેટવર્ક મોરબી જિલ્લાના નવનિયુક્ત એસ.પી. શ્રી સુબોધ રામદેવભાઈ ઓડેદરાનું હાર્દિક સ્વાગત કરે છે

મોરબી : રાજ્ય સરકાર દ્વારા મોડી રાત્રીમાં રાજ્યના 74 આઇપીએસ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓની બદલીના ઓર્ડર કરવામાં આવ્યા છે. જેમાં મોરબીના કર્મઠ અને હોશિયાર એસપી ડો.કરણરાજ વાઘેલાનો પણ સમાવેશ થાય છે.

જેમાં મોરબીના જિલ્લા પોલીસ વડા ડો.કરણરાજ વાઘેલાની વડોદરા બદલી કરવામાં આવી છે. તેમને વડોદરા ઝોન 3ના ડેપ્યુટી કમિશ્નરની જવાબદારી સોંપવામાં આવી છે. મોરબીના એસપી તરીકે ડો.કરણરાજ વાઘેલાએ બે વર્ષ દરમિયાન કાયદો વ્યવસ્થા જાળવવા ઉપરાંત સતત લોકો અને નાગરિકોના સંપર્કમાં રહી પોલીસ પ્રજાનો મિત્ર હોવાનો છાપ ઉભી કરી હતી. સાથો સાથ અનેક ગંભીર ગુન્હાઓનો ત્વરિત ભેદ ઉકેલવામાં સફળ રહ્યા હતા. ખાસ તેઓએ મોરબી જિલ્લામાં કોરોનાના અને લોકડાઉન દરમિયાન ખૂબ સરસ કામગીરી બજાવી હતી. તેમજ તેમના કાર્યકાળ દરમિયાન દરેક નાના મોટા પોલીસકર્મીઓમાં એક સારા અને દરેક સ્ટાફનું ધ્યાન રાખનાર અધિકારી તરીકેની ઓળખ પ્રસ્થાપિત થઈ હતી.

જ્યારે મોરબીના જિલ્લા પોલીસવડા ડો.કરણરાજ વાઘેલાની બદલી થતા તેમની જગ્યાએ સુબોધ રામદેવભાઇ ઓડેદરાની નિમણૂક કરવામાં આવી છે જેમાં સુબોધ ઓડેદરા નર્મદા જીલ્લામાં એસઆરપી ગ્રુપ 18ના કમાનડેટ તરીકે ફરજ નિભાવતા હતા. જ્યાંથી તેમની મોરબી જિલ્લા પોલીસ વડા તરીકે બદલી કરવામાં આવી છે. મોરબીના એસપી તરીકે મુકાયેલા એસ.આર.ઓડેદરા અગાઉ રાજકોટ શહેરમાં DCP તરીકે ફરજ બજાવી ચુક્યા છે.જેમાં બૉમ્બ બનાવવાની કમ્પની તેમજ ભુ માફિયાઓ ની પણ ધરપકડ કરી મહત્વની તપાસો કરી ચુક્યા છે આ વખતે સુબોધ ઓડેદરા અને ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ એચ એમ ગઢવીની ટીમ દ્વારા મોરબી જીલ્લામાં ડેરા તંબુ નાખી અને તપાસ હાથ ધરી હતી જેમાં ખાટકીવાસમાંથી આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી હતી.

(સુબોધ રામદેવભાઈ ઓડેદરા: જિલ્લા પોલીસવડા-મોરબી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/