ટંકારામાં હોમગાર્ડઝ ડે નિમિત્તે પરેડ યોજાઈ, હોમગાર્ડઝ કચેરીનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું

0
28
/
હોમગાર્ડઝને ઘણા વર્ષો પછી હોમ ટાઉન ખાતે કચેરી મળી, પોલીસની સાથે સેવા બજાવતા જવાનોમા આંનદ જોવા મળ્યો

ટંકારા : ટંકારામાં હોમગાર્ડ દિવસની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી હતી. જેમાં પરેડ યોજી સરકારી હોસ્પિટલમાં ફૂડ પેકેટનુ વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે પોલીસના હાથ-પગ સમાન બની પ્રજાની સેવા માટે ખડેપગે રહેતા હોમગાર્ડની કચેરીનુ ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ હતું

હોમગાર્ડઝ દ્વારા કુદરતી કે માનવસર્જિત આફત સમયે પોલીસના સહાયક બની નાગરિકોને સુરક્ષા આપવામાં ક્યારેય પાછી પાની કરી નથી. તેઓ દ્વારા નાઇટ પેટ્રોલિંગ, ચૂંટણી, વીઆઇપી સુરક્ષા, ટ્રાફિક તથા કોવિડ-19ના કપરા કાળમાં હરહંમેશ પોલીસ સાથે ખંભેખંભો મેળવી ફરજ અદા કરતા આવ્યા છે. આજે હોમગાર્ડ ડે નિમિત્તે ટંકારા હોમગાર્ડ જવાનો દ્વારા પરેડ યોજાઇ હતી. અને સરકારી હોસ્પિટલમાં દર્દીઓને ફૂડનું વિતરણ કરી બાઈક રેલી યોજાઈ હતી. બાદમાં વૃક્ષારોપણ કરાયું હતું. હોમગાર્ડ ડેની ઊજવણીમાં જિલ્લા કમાન્ડર કંસારા, પેરેડ ઇન્સ્પેક્ટર ચાવડા, ટંકારા હોમગાર્ડ કમાન્ડર અરૂણભાઇ પરમાર સહિતના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/