મોરબી: વરસાદને પગલે મચ્છુ-3 ડેમનો એક દરવાજો દોઢ ફૂટ ખોલાયો

0
123
/

ગતરાત્રીના 8 થી આજે બપોરના 12 સુધીમાં એક માત્ર માળીયામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો : અન્યત્ર ઝાપટા પડ્યા

મોરબી : મોરબી જિલ્લામાં ગઈકાલે સોમવારે વહેલી સવારથી ધીમીધારે વરસાદ શરૂ થયા બાદ ગતરાત્રે વરસાદનું જોર ઘટ્યું હતું. ત્યારે ગતરાત્રીના 8 થી આજે મંગળવારે બપોરના 12 સુધીમાં એક માત્ર માળીયામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો. બાકીના વિસ્તારોમાં માત્ર ઝાપટા પડ્યા હતા. જ્યારે વરસાદને પગલે મચ્છુ ડેમ- 3નો એક દરવાજો દોઢ ફૂટ ખોલાયો હતો.

મોરબીમાં ઉપરવાસના વરસાદને પગલે આજે સવારે 8 વાગ્યે મચ્છુ 3 ડેમનો એક દરવાજો એક ફૂટ ખોલવામાં આવ્યો હતો. જોકે મચ્છુ ડેમ 3 હેઠળના ગામોને ગઈકાલે એલર્ટ કરી દેવામાં આવ્યા હતા. આ ડેમમાં હાલ 405 ક્યુસેક આવક અને 1298 ક્યુસેક પાણીની જાવક છે.

જ્યારે ટંકારાના બંગાવડી ડેમ ગઈકાલે ઓવરફ્લો થયો હતો. આજે આ ડેમમાં 1085 ક્યુસેક પાણીની આવક અને એટલી જ પાણીની જાવક છે. જ્યારે મોરબીની જીવાદોરી સમાન મચ્છુ ડેમ-2 માં પોણા ફૂટ જેટલું નવું પાણી આવ્યું છે. આ ડેમમાં 1300 ક્યુસેક પાણીની આવક છે. જેમાં 1 હજાર નદીની આવક છે. બાકીના પાણીની નર્મદાની આવક છે. આ ડેમની સપાટી 21.58 ફૂટ પાણી ભરેલો છે. જ્યારે વાંકાનેરના મચ્છુ 1 ડેમમાં ગઈકાલથી ધીમધારે પાણીની આવક રહેતા કુલ આ ડેમની સપાટી હાલ 31.9 ફૂટે પહોંચી ચુકી છે.

જ્યારે મોરબી જિલ્લામાં ગઈકાલે રાત્રિથી વરસાદનું જોર ઘટ્યું હતું. જેમાં ગતરાત્રીના 8 થી આજ સવારના 10 વચ્ચે માળીયામાં 10 મીમી અને હળવદમાં 5 મીમી વરસાદ નોંધાયો હતો. જ્યારે ગતરાત્રીના 10 થી આજ સવારના 8 વાગ્યા સુધી મોરબી જિલ્લામાં વરસાદનો વીરામ રહ્યો હતો અને આજે સવારના 8 થી 10 વાગ્યા સુધી એકમાત્ર મોરબીમાં માત્ર 4 મીમી વરસાદ પડ્યો હતો. જ્યારે આજે સવારના 10 થી 12 દરમિયાન મોરબીમાં 1 મીમી, વાંકાનેરમાં 5 મીમી વરસાદ નોંધાયો હતો. આમ ગતરાત્રીના 8 થી આજે બપોરના 12 દરમિયાન માળીયામાં અડધો ઇંચ વરસાદને બાદ કરતાં જિલ્લામાં માત્ર હળવાથી ભારે વરસાદના ઝાપટા પડેલ હતા.

( રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી )

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/