રીપેરીંગ માટે ગ્રાન્ટ ફાળવવા પાંચ વર્ષથી રજૂઆત
ટંકારાના પશુ દવાખાનાનું બિલ્ડીંગ જર્જરિત હાલતમાં હોય જેના રીપેરીંગ માટે ગ્રાન્ટ ફાળવવા પાંચ વર્ષથી રજૂઆત છતાં કોઈ કાર્યવાહી થઇ ના હોય જેથી મકાન ગમે ત્યારે જમીનદોસ્ત થાય તેવી ભીતિ સેવાઈ રહી છે ત્યારે ટંકારામાં આવેલ પશુ દવાખાના રીપેરીંગ માટે તાત્કાલિક ગ્રાન્ટ ફાળવવા અથવા ભાડાની જગ્યામાં પશુ દવાખાનું ફેરવવાની માંગ ઉઠવા પામી છે
ટંકારામાં પશુ દવાખાનાનું મકાન ૧૯૫૦ પૂર્વેનું રાજાશાહી વખતનું છે જે વર્ષ ૨૦૦૦ ના ભૂકંપમાં ભારે નુકસાન પામ્યું હોય અને તે સમયે બિલ્ડીંગ નવું બનાવવાને બદલે રીપેરીંગ કરાયું હતું જેને પગલે જુના બિલ્ડીંગમાં હાલ છત અને દીવાલો તૂટી ગઈ છે છતમાંથી પોપડા પડે છે લોખંડ સળિયા દેખાય છે કમ્પાઉન્ડ વોલ નીચી છે તેમજ પશુ બાંધવાનો શેડ પણ ખંઢેર બની ગયો છે
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide