મોરબીના કાલિકા પ્લોટમાં વગર વરસાદે ગંદા પાણીના ખાબોચિયાથી લોકો ત્રાહિમામ

0
26
/

મોરબીના રવાપર રોડ પર આવેલ કાલિકા પ્લોટ વિસ્તારમાં વગર વરસાદે ગંદા પાણીના ખાબોચિયા ભરેલા રહે છે જેથી સ્થાનિકો ભારે હાલાકીનો સામનો કરી રહયા છે તો અનેક રજૂઆત છતાં નીમ્ભર તંત્રએ કોઈ કાર્યવાહી ના કરી હોવાના ગંભીર આક્ષેપો પણ સ્થાનિકો કરી રહ્યા છે

મોરબીના કાલિકા પ્લોટ શેરી નં ૦૩ માં ગટરના પાણી કાયમી ભરાયેલા રહે છે વગર વરસાદે કાયમી ગટરના પાણીના ખાબોચિયા ભરાયેલા રહેતા હોય છે અહી વિશ્વ હિંદુ પરિષદ આગેવાન પરેશભાઈ તન્ના નિવાસ કરતા હોય જેના દ્વારા તેમજ વિશ્વ હિંદુ પરિષદ આગેવાનોએ આ મામલે તંત્રને રજૂઆત કરી છે અને ચીફ ઓફિસરને જાણ કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને ગટરના ગંદા પાણીના ખાબોચિયા ભરેલા રહેતા હોવાથી સ્થાનિકોમાં આક્રોશ  ભભૂકી રહ્યો છે

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/