ટંકારામાં “આપ”નું ઝાડુ કોંગ્રેસના ગઢના કાંગરા ખોતરી નાખશે! કેસરિયાની આગાહી

0
184
/

એક્ઝિટ પોલના ચોંકાવનારા તારણ ટંકારા-1 બેઠક ઉપર ભાજપ કોંગ્રેસને પછાડી અપક્ષ જીતે તેવી શક્યતા  

ત્રણ બેઠક ઉપર ભાજપ કોંગ્રેસની સિધ્ધિ ટક્કર

ટંકારા : પાટીદાર અનામત આંદોલન બાદ ટંકારા તાલુકો કોંગ્રેસનો ગઢ ગણાઈ રહ્યો છે પરંતુ સ્થાનિક સ્વરાજની આ ચૂંટણીમાં ટંકારા તાલુકામાં આમ આદમી પાર્ટી મેદાને આવતા ‘આપ’નું ઝાડુ કોંગ્રેસના ગઢના કાંગરા ખેરવે કે ન ખેરવે પરંતુ ગઢના કાંગરાને ખોતરી જરૂર નાખશે તેવું એક્ઝિટ પોલ ઉપરથી જણાઈ રહ્યું છે.

એકઝીટ પોલમા તાલુકા પંચાયતની 15 બેઠકમાથી 6 બેઠક ભાજપ વિજેતા બની શકે છે જ્યારે કોંગ્રેસ માત્ર 5 બેઠકો ઉપર આગળ ચાલી રહ્યી છે તો 3 બેઠક એવી છે જેમા ભાજપ કોંગ્રેસ વચ્ચે સિધ્ધિ ટક્કર છે અને એક બેઠક અપસેટ સર્જી અપક્ષના ફાળે જાય તેવી શક્યતા જોવાઈ રહી છે.. જોકે જીલ્લા પંચાયતના એકઝીટ પોલ અલગ જોવા મળે છે અહિ કોંગ્રેસ બે બેઠકો ઉપર બાજી મારી જાય એવી શક્યતા છે ત્યારે ભાજપના ખોળે એક બેઠક મળી શકે છે.

ટંકારા તાલુકો કોગ્રેસનો ગઢ ગણાય છે પરંતુ ભાજપના પ્રિ- પ્લાનિંગ અને બુથ લેવલની કામગીરી સાથે ઉમેદવારોની પસંદગીને કારણે તાલુકા પંચાયત ભગવો રંગ લહેરાય એવુ લાગે છે. ખાસ કરીને આમ આદમી પાર્ટીના ઝાડુની અહીં સીધી અસર જોવા મળી રહી છે. જો મતદારોનો મિજાજ માનીએ તો આમ આદમી પાર્ટીએ કોગેસને ભારે નુકસાન પહોચાડ્યું છે જેનો સીધો ફાયદો ભારતીય જનતા પાર્ટીને જોવા મળી રહ્યો છે. જોકે, આવતીકાલે બપોર પરિણામ જાહેર થશે ત્યારે એક્ઝિટ પોલ સાચો કે રાજકીય પંડિતો સાચા તે સ્પષ્ટ બનશે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/