બુકીબજારના મતે મોરબી પાલિકામાં ભાજપનો કબ્જો, જિલ્લા-તાલુકા પંચાયતોમાં થઇ શકે છે રસાકસી

0
271
/

મોરબીમાં મતદાન બાદ સટ્ટા બજાર ગરમ : મોરબી પાલિકામાં ભાજપને 28 અને કોંગ્રેસને 14 બેઠક મળે તેવી શક્યતાઓ : ખાનગીમાં લાગતી શરતોમાં પણ પાલિકામાં ભાજપનું પલડું ભારે

મોરબી : હાલ મોરબી નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયત માટે મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આવતીકાલે સવારથી મતગણતરી હાથ ધરવામાં આવનાર છે ત્યારે મતગણતરી પૂર્વે જ બુકી બજારમાં મોરબી પાલિકામાંમાં ભાજપ હોટ ફેવરિટ બન્યું છે, બુકી બજારના મતે મોરબી નગરપાલિકામાં ભાજપ બહુમતી સાથે સતા ઉપર આવશે જયારે જિલ્લા અને તાલુકા પંચાયતમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ભારે રસાકસી સર્જાશે.નોંધનીય છે કે બુકી બજારની સાથે ખાનગીમાં લાગતી શરતોમાં પણ પાલિકામાં ભાજપનું પલડું પણ ભારે જોવા મળી રહ્યું છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/