વાંકાનેર : ચૂંટણીમાં ખોબલે-ખોબલે મત આપતી પ્રજા ઈચ્છે છે એક રમણીય બગીચો

0
42
/
લાંબા સમયથી નહેરૂ બાગ છે વેરાન હાલતમાં : આશરે સાડા નવ કરોડના ખર્ચે નવો બગીચો પણ બની શકે છે

વાંકાનેર : વાંકાનેર શહેરના જડેશ્વર માર્ગ પર વર્ષો જુનો નહેરૂ બાગ લાંબા સમયથી ઉજ્જડ હાલતમાં જોવા મળી રહ્યો છે. ત્યારે શહેરીજનો એક રમણીય બાગ ઈચ્છી રહ્યા છે.

વાંકાનેર શહેરમાં એકપણ જાહેર બાલ ક્રીડાંગણ કે બાગ-બગીચો નથી. વર્ષો અગાઉ બનાવેલો નહેરૂ બાગ વર્ષોથી વેરાન હાલતમાં જ છે. હાલમાં અહીં હરતા-ફરતા બે શૌચાલય અને કચરાના ગંજ જોવા મળી રહ્યા છે! શહેરનાં બુઝુર્ગ કે પરિવારજનો બાળકો સાથે નિરાંતની પળે જ્યાં બેસી શકે તેવું એકપણ જાહેર સ્થળ તંત્ર દ્વારા નિર્માણ કરાયું નથી. ત્યારે શહેરમાં એક રમણીય બગીચો કે બાલ ક્રીડાંગણ અનિવાર્ય છે.

વાંકાનેર નગરપાલિકાએ શહેરમાં મજબૂત સિમેન્ટ રોડ, પાતાળીયા બ્રિજ સહિત ત્રણ જેટલા બ્રિજ કરોડોના ખર્ચે નિર્માણ કરી શહેરનાં મહત્વપૂર્ણ કામો કર્યા જ છે. તેમજ મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવી રહી છે. જેમાં વાંકાનેરની પ્રજા ખોબલે-ખોબલે મત આપી કોઈએક રાજકીય પક્ષને જીતાડશે. ત્યારે શહેરમાં બાગના કામને પણ પ્રાધાન્ય આપી એક નમૂનેદાર બાગનું નિર્માણ કરવામાં આવે તેવું શહેરીજનો ઈચ્છી રહ્યા છે.

આ મુદ્દે ચીફ ઓફિસર ગિરીશ સરૈયાએ જણાવ્યું હતું કે વાંકાનેરમાં બાગનું કામ મંજુર પણ થઈ ગયું છે. એ માટે રી-ટેન્ડર પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે. જે પૂર્ણ થયા બાદ આશરે સાડા નવ કરોડનાં ખર્ચે બાગનું નિર્માણ કરાશે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/