વાંકાનેરના મીલ પ્લોટ ફાટક પાસે ઈંગ્લીશ દારૂની બોટલો સાથે ચાર ઝડપાયા

0
66
/

વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસે બાતમીના આધારે વાંકાનેરના મિલ પ્લોટ ફાટક પાસેથી ઈંગ્લીશ દારૂની બોટલો સાથે ચાર શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસે સ્થળ પરથી ઈંગ્લીશ દારૂની બોટલો નંગ- ૩૩ને કબ્જે કરીને વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર વાંકાનેર પોલીસે બાતમીના આધારે ગઈકાલે તા.૨૫ ના રોજ વાંકાનેર મીલ પ્લોટ ફાટક પાસેથી રાજુભાઇ સોમાભાઇ ઉઘરેજા (ઉ.વ.૧૯ ધંધો.રી.ડ્રા. રહે.વીસીપરા સ્મશાન રોડ, વાંકાનેર), કિશનભાઇ સામજીભાઇ ઉઘરેજા (ઉવ.૨૩ ધંધો.મજુરી રહે.વીસીપરા સ્મશાન રોડ, વાંકાનેર), મહેશભાઇ ઉર્ફે ભાવેશભાઇ પરસોતમભાઇ ધામેચા (ઉવ.૩૦ ધંધો.રી.ડ્રા. રહે.હસનપર રેલ્વે સ્ટેશન પાસે તા.વાંકાનેર જી.મોરબી) અલ્ફાજ ઉર્ફે આદીલ અલારખાભાઇ વડાલીયા (ઉવ.૨૧ ધંધો.મજુરી રહે.મીલ પ્લોટ, ડબલ ચાલી,વાંકાનેર)ને વેચાણ કરવાના ઇરાદે રાખેલી અંગ્રેજી દારૂની બ્લેક પીસન ડિલક્ષ વ્હીસ્કી ની કુલ બોટલો નંગ- ૩૩ કિં.રૂ.૯,૯૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. વાંકાનેર પોલીસે આ અંગે ગુનો નોંધીને ચારેય ઇસમોનો કોરોના covid-19 ટેસ્ટ કરાવીને વિધિવત ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/