ટંકારામાં વીજળી પડતા ઘરની દીવાલ તથા ઇલેક્ટ્રિક ઉપકરણોને નુકસાન

0
86
/
સદનસીબે જાનહાની સહેજે ટળી

ટંકારા : ટંકારામા ગઈકાલે સાંજે આવેલા વરસાદે ભારે ખાનાખરાબી સર્જી છે. લજાઈ પાસે મકાન, દુકાનો અને ફેક્ટરીના પતરા ઉડી ગયા હતા. તો ધ્રુવનગર ગામે વિજળી પડતા દિવાલને નુકસાન થયું છે. સદનસીબે કોઈ જાનહાની થઈ નથી.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

ટંકારાનાં ધ્રુવનગર ગામે વિજળી પડતા ઈલેક્ટ્રીક ઉપકરણ અને મકાનોમા નુકસાન થયું હતું. જો કે સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. જીવણભાઈ પુનાભાઈ ભરવાડનાં ઘર પર વીજળી પડતા ઘરની દીવાલને નુકશાન થયેલ છે, તો PGVCLના 2 ટીસી ઉડી ગયેલ છે અને આજુબાજુના ઘરનાં લોકોના ઇલેક્ટ્રીક ઉપકરણોને નુકશાન થયેલ છે. આ ઘટના સંદર્ભે રાજકોટના સાંસદ મોહન કુંડારીયાએ અધિકારી સાથે ટેલીફોનીક સંપર્ક કરી માહિતી મેળવી હતી. ટંકારામાં ગઈકાલ સવારથી જ આકાશ ગોરંભાયુ હતુ અને સાંજે ભારે ગાજવિજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો. જેમા હડમતીયા, સજ્જનપર, ટંકારા, લજાઇ, લખધીરગઢ સહિતના ગામડામા સારો એવો વરસાદ ખાબકી ગયો હતો.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/