વાંકાનેરમાં રાતીદેવળી ગામે સામાન્ય બાબતે યુવાન ઉપર હુમલો

0
55
/
ત્રણ શખ્સોએ હુમલો કર્યાની વાંકાનેર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

વાંકાનેર : વાંકાનેરના રાતીદેવળી ગામે સામાન્ય બાબતે યુવાન ઉપર હુમલો થયાનો બનાવ સામે આવ્યો છે. જેમાં ત્રણ શખ્સોએ હુમલો કર્યાની વાંકાનેર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. વાંકાનેર પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર સોએબ રસુલભાઇ બાવરા (ઉ.વ.૨૧, ધંધો ખેતી। રહે વાંકીયા ગામ, તા.વાંકાનેર) આદીલ હુશેન ભોરણીયા, સાકીર હુસેન ભોરણીયા, ગુલાબ ભોરણીયા, સાહબુદીન ભોરણીયા (રહે ચારેય રાતીદેવળી, તા.વાંકાનેર) ગત તા.૨૭ ના રોજ ફરીયાદીના બેન જમીલાબેનનો ફોન ફરીયાદીને આવેલ અને જણાવેલ કે મારા સાસુ વાંકીયા ગામે આવવાની ના પાડે છે અને માથાકુટ કરે છે. જેથી, ફરીયાદી રાતીદેવળી ગામે સમજાવવા જતા આરોપીઓએ ફરીયાદીને ગાળો બોલી ઢીકા પાટુનો માર મારી અને પકડી રાખી ધોકા વતી ફરીયાદીને ડાબા હાથે કાંડા પાસે તથા ભુજા પર તથા જમણા હાથની આંગળીમાં ઘા મારી મુંઢ ઇજા કરી હતી. આ બનાવ અંગે વાંકાનેર પોલીસે યુવાનની ફરિયાદ પરથી ત્રણ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/