વાંકાનેરના ફળેશ્વર મંદિરમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી મોકૂફ રખાઈ

0
21
/

વાંકાનેર : વાંકાનેરમા જડેશ્વર રોડ ઉપર આવેલ પ્રસિદ્ધ મુનિબાવાની જગ્યા ફળેશ્વર મહાદેવ મંદિર ખાતે પ્રતિ વર્ષ ગુરુપૂર્ણિમાની ઉજવણી ભક્તિભાવપૂર્વક થાય છે. તેમજ હજારો ભાવિકો માટે મહાપ્રસાદ યોજાય છે.

આ વર્ષે કોરોનાની મહામારી હોય તેમજ લોકડાઉન હોય, સરકારના આદેશ અનુસાર આ વર્ષે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામા આવશે નહીં. કોઈપણ જાતના ધાર્મિક જાહેર કાર્યક્રમ યોજાશે નહીં. તેમજ મહાપ્રસાદનું આયોજન પણ રાખેલ નથી. જેની સર્વે ભાવિકોએ નોંધ લેવા જણાવ્યું છે. તેમજ ગુરુપૂર્ણિમાના પાવન અવસરે સદગુરુદેવ રામકિશોરદાસજી બાપુનું ગુરૂ પૂજન તેમજ જલારામ બાપાનું પૂજન-અર્ચન વિધિ મંદિરના પટેલ બાપુ દ્વારા સાદાઈ થી કરવામા આવશે. તેમ ફળેશ્વર મહાદેવ મંદિર સેવા સમિતીના પટેલ બાપુ દ્વારા યાદીમાં જણાવાયું છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/