વાંકાનેરમાંથી વધુ 4 નકલી ડોકટર પકડાયા, ડિગ્રી નહીં છતાં ચલાવતા હતા ક્લિનિક

46
254
/

મોરબી જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં કરતા બોગસ તબીબનું પ્રમાણ સતત વધી રહ્યું છે

સીરામીક ઔદ્યોગિક વિસ્તાર અને ગ્રામ્ય પંથકમાં ક્લિનિક ચાલુ કરી આયુર્વેદિક, હોમિયોપેથીક કે એલોપેથી તબીબને નામે ઘોડા ડૉક્ટર દર્દીઓની સારવાર કરી રહ્યા છે.હજુ ગત 31 જાન્યુઆરીનાં આયોધ્યાપુરી રોડ પરથીએક બોગસ તબીબ પકડાયાને વધુ સમય નથી થયો ત્યાં મોરબી એસઓજીએ વાંકાનેર પંથકમાંથી વધુ 4 બોગસ ડોક્ટરને ઝડપી લીધા હતા. અને તેમની પાસેથી દવા, ઇન્જેક્શન સાહિતનો જથ્થો જપ્ત કર્યો હતો.છેલ્લા 2 જ મહિનામાં 8 જેટલા ઘોડા ડોકટર પોલીસનાં ઝપટમાં ચઢી ગયા છે.

મહત્વ મોટા ભાગના ડોકટર બોગસ ડિગ્રી બતાવી દર્દીઓને છેતરી રહ્યા છે. સામાન્ય દર્દીઓ તબીબનાં સર્ટીફીકેટનાં આધારે તબીબ સાચો છે કે બોગસ તેની ચકાસણી કરી શકતા હોય છે. જૉ કે તબીબ બોગસ ડિગ્રી છે એ સામાન્ય દર્દીઓને ખ્યાલ જ આવતો નથી જેના કારણે આવા લેભાગુઓને મોકળું મેદાન મળી રહ્યું છે. બીજી તરફ જિલ્લા આરોગ્ય શાખા પાસે પણ આવા બોગસ તબીબ પકડવા કોઈ ચોક્કસ આયોજન નથી જો તેમની પાસે ફરિયાદ આવે કે પોલીસની ચકાસણી વખતે હાજર રહેતા હોય છે. આરોગ્ય વિભાગ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ જેવી કોઈ કામગીરી કરવામાં આવતી નથી. જેથી આવા હાટડાઓ બંધ થાય આરોગ્ય શાખાની જવાબદારી મુજબ તેમને ફરિયાદ મળે તો કાર્યવાહી કરીએ જોકે બોગસ ડોકટર પાસે જનાર દર્દીઓ અભણ કે અર્ધશિક્ષિત હોય છે. હવે દર્દીને ખ્યાલ જ નથી કે તબીબ પાસે ડીગ્રી છે કે નહીં અને અને તે ડિગ્રી સાચી છે કે ખોટીનૉ ખ્યાલ જ નથી તે ફરિયાદ કેવી રીતે કરશે તે એક પ્રશ્ન છે.

મોરબી ઍસઓજીની ટીમે વાંકાનેરના રાતાવીરડા જવાના રસ્તેથી બાલાજી હોસ્પિટલ ચલાવતા સુરેન્દ્રકુમાર રામનરેશપ્રસાદ ગુપ્તા,ક્રિષ્ના. ક્લિનિક ચલાવતા ભદ્રેશ મનસુખ રામાવત,ઓમ ક્લિનિકનાં હિતેશ ગુલાબભાઈ શ્રીમાળી તેમજ પ્રદિપ પ્રશાંત મંડળને ઝડપી લીધા હતા.ઝડપાયેલ બોગસ તબીબ પાસેથી રુ.59930ની દવા, ઈજેક્શન, ગ્લુકોઝ બોટલ સહિતનો જથ્થો જપ્ત કર્યો હતો.પકડાયેલ મોટા ભાગના તબીબ માત્ર 10 કે 12 સુધી જ અભ્યાસ કર્યો હતો અને અગાઉ અન્ય હોસ્પિટલમાં કમ્પાઉન્ડર તરીકે કામ કરી તેના અનુભવ આધારે ડોકટર બની ફરતા હતા. આ તબીબ જથ્થા બંધ રીતે દવાઓ ખરીદી કરતા હતા

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/

Comments are closed.