પેરોલ ફર્લો સ્ક્વોડે મધ્યપ્રદેશના જાંબુઆમાંથી બન્ને આરોપીને ઝડપી લીધા
મોરબી : ૨૧ વર્ષ પૂર્વે હળવદના પેટ્રોલ પંપ ઉપર લૂંટ ચલાવનાર બે શખ્સોને પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે મધ્યપ્રદેશના જાંબુઆમાંથી ઝડપી લેવામાં સફળતા મેળવી છે, નોંધનીય છે કે ઝડપાયેલા બે આરોપી પૈકી એક આરોપી તો પોલીસ કસ્ટડીમાંથી નાસી છટયો હતો.
મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક એસ.આર.ઓડેદરાએ નાસતા ફરતા, આરોપીઓને પકડી પાડવા અંગે અસરકારક કામગીરી કરવા સૂચના આપતા એલસીબી પીઆઇ વી.બી. જાડેજા અને પીએસઆઇ એન બી.ડાભીના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લાના નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા પેરોલ ફર્લો સ્કવોડની ટીમ કામે લગાડી બાતમીને આધારે આ ટીમને મધ્યપ્રદેશ તેમજ દાહોદ ખાતે મોકલી હતી.
જે અન્વયે પેરોલ ફર્લો ટીમ દ્વારા હળવદ નજીક પેટ્રોલપંપ લૂંટ- ધાડના ગુન્હામાં ૨૧ વર્ષથી નાસતા ફરતા આરોપી ભીમા કરશનાભાઇ ભુરીયા ઉવ.૪૭ રહે, અંતરવેલીયા તા જી. જાંબુઆ તથા ગાલુ મોગલીયાભાઈ મેંડા ઉ.વ. ૪૨ રહે. ભીમ ફળીયા ગામ તા. જી. જાંબુઆ, મધ્યપ્રદેશ વાળાઓને ગઇકાલે પકડી પાડી હળવદ પોલીસ સ્ટેશનને સોપવામાં આવ્યા હતા.આ સફળ કામગીરી એલસીબી પીઆઇ વી.બી.જાડેજા, પીએસઆઈ એન.બી.ડાભી તથા પેરોલ ફર્લો સ્કવોડના એ.એસ.આઇ, રસિકભાઈ ચાવડા, સંજયભાઈ પટેલ, રજનીભાઈ કેલા, કૌશીકભાઈ મારવણીયા તથા પો.હેડ કોન્સ. વિક્રમસિંહ બોરાણા, ચંન્દ્રકાંતણાઈ વામજા, જયવંતસિંહ ગોહીલ, સહદેવસિંહ જાડેજા, જયેશભાઈ વાઘેલા, પો. કોન્સ. બ્રિજેશભાઈ કાસુન્દ્રા, ભરતભાઇ મિયાત્રા, સતીશભાઈ કાંજીયા સહિતનાઓએ કરેલ હતી.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide