મૃતકના ભાઈએ કારચાલક સામે ફરિયાદ નોંધાવતા હળવદ પોલીસે તપાસ હાથ ધરી
હળવદ : તાજેતરમા હળવદ-માળીયા હાઇવે પર મોરબી ચોકડી નજીક કારચાલકે બાઇકને હડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં ગંભીર ઇજા થવાથી બાઈકસવાર આધેડનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના ભાઈએ કારચાલક સામે ફરિયાદ નોંધાવતા હળવદ પોલીસે તપાસ હાથ ધરી છે.
આ બનાવની હળવદ પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર હળવદના મયુરનગર ગામે રહેતા ભરતભાઈ રામજીભાઈ કણઝરીયા (ઉં.વ.૨૮) એ આરોપી ફોરવ્હીલ બ્રેજા ગાડી નં. GJ-1-RY-2051ના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી કે તા.૧૪ના રોજ સાંજના સાડા ચારેક વાગ્યાના સુમારે મોરબી ચોકડી, હળવદ માળીયા હાઇવે પર વાહન બ્રેજા ફોરવ્હીલ ગાડી નંબર GJ-1-RY-2051 ના ચાલકે પોતાની ગાડી પુરઝડપે અને ગફલતભરી ચલાવી ફરીયાદીના ભાઇ મનસુખભાઇ રામજીભાઈ કણઝરીયા દલવાડી (ઉ.વ.૫૫)ના મોસા નં GJ-3-BQ-7531 સાથે ભટકાડી હડફેટે લેતા તેમને શરીરે ગંભીર ઇજા થવાથી તેમનું મોત નીપજ્યું હતું. હળવદ પોલીસે આ બનાવની ફરિયાદ પરથી કારચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ પણ હાથ ધરી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide