વાંકાનેરના મુખ્ય માર્ગો પર CCTV કેમેરા લગાવવાની માંગણી

0
23
/
ચોરીના બનાવો અટકાવવા CCTV હોવા અનિવાર્ય

વાંકાનેર : તાજેતરમા વાંકાનેર શહેરના મુખ્ય માર્ગો, બજાર અને મુખ્ય ચોકમાં સી.સી.ટી.વી. કેમેરા અનિવાર્ય છે અને આ મુદ્દે વેપારીઓ લાંબા સમયથી માંગ કરી રહ્યા છે.

શહેરનાં હાર્દ સમા માર્કેટ ચોક પાસે જ ચાર જેટલી બેન્કો, પોસ્ટ ઓફિસ આવેલ છે. પૈસાની લેવડદેવડ કરવા લોકોની સતત અવરજવર રહેતી હોય છે. મુખ્ય બજારમાં પણ અનેક સોની વેપારીઓ સહિતની દુકાનોમાં લોકોની અવરજવરથી સતત માર્ગ ધમધમતો હોય છે. અગાઉ નાની બજાર, મુખ્ય બજાર સહિતનાં વિસ્તારમાં ચોરીનાં બનાવ બની ચૂક્યા છે. ચાવડી ચોક પાસે પણ અગાઉ એક સાથે પાંચ જેટલી દુકાનોના તાળા તૂટયા હતા. ત્યારે ચોરી જેવા બનાવો બાદ પોલીસને પણ જો કોઈ દુકાનદારે કેમેરા લગાવ્યા હોય તો તેની મદદ લેવી પડે છે.

ખાસ કરીને માર્કેટ ચોક, હરિદાસ રોડ, ચાવડી ચોક, મુખ્ય બજાર, ગ્રીન ચોક, જીનપરા, સ્ટેચ્યુ સર્કલ સહિતનાં શહેરનાં દરેક મુખ્ય માર્ગો, વિસ્તારોમાં સી.સી.ટી.વી.ની ખાસ જરૂરિયાત છે. જે પોલીસ તંત્રને પણ સહાયરૂપ બની શકે છે. ત્યારે આ મુદ્દે શહેરનાં વેપારીઓ, અગ્રણીઓએ અગાઉ શહેર પોલીસ મથકે યોજાયેલ લોક દરબારમાં રજૂઆતો પણ કરી હતી. પણ હજુ સુધી ઉકેલ ન આવતા શહેરની સુખાકારી માટે આ બાબતને ગંભીરતાથી લઈ નિવારણ કરવામાં આવે તેવી પ્રબળ માંગ પણ ઉઠવા પામી છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/