ધાંગધ્રાની માલવણ જિલ્લા પંચાયત બેઠક ઉપર ભાજપના છત્રસિંહ ઠાકોરની જીત નિશ્ચિત

0
245
/

કોંગ્રેસ અને “આપ”ના ઉમેદવારે ફોર્મ પાછા ખેંચતા જિલ્લા પંચાયતની બેઠક પર એક તરફી જીવ નક્કી

નરાળી,વાવડી અને માલવણ તાલુકા પંચાયતની ત્રણ બેઠક પર કોંગ્રેસને ઉમેદવાર જ ન મળતાં બિનહરિફ થઈ હતી

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સુરેન્દ્રનગર જિલ્લામાં અનોખો માહોલ જામ્યો છે ત્યારે ધાંગધ્રા તાલુકામાં આવતી જિલ્લા પંચાયતની માલવણ બેઠક ઉપર ભાજપ દ્વારા છત્રસિંહ ઠાકોર (પપુભાઈ)ને મેદાને ઉતરતા જ આ બેઠકનું ચૂંટણી ચિત્ર બદલી ગયું છે, ચૂંટણી પહેલા જ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લઈ રણમેદાન છોડી દેતા આ બેઠક હેઠળ આવતી તાલુકા પંચાયતની પાંચ પૈકી ત્રણ બેઠકો બિનહરીફ થઈ છે અને જિલ્લા પંચાયતની આ બેઠક ઉપર પણ એક માત્ર બસપાના ઉમેદવાર જ ચૂંટણીજંગમાં રહેતા ભાજપના મજબૂત એવા છત્રસિંહ ઠાકોરની ચૂંટણી પહેલા જ જીત નિશ્ચિત મનાઈ રહી છે

ઠાકોર સમાજમાં યુવા નેતા તરીકે ઉભરી આવેલા છત્રસિંહ ઉર્ફે પપુભાઈ ઠાકોર આમ તો વર્ષોથી ભાજપની હિન્દુત્વની વિચાર ધારા સાથે જોડાયેલા પપુભાઈ ઠાકોર અગાઉ તાલુકા પંચાયતની ચૂંટણીમાં પણ ભાજપ પક્ષમાં થી લડી વિજય મેળવી ચૂક્યા છે ત્યારે ઝાલાવાડમાં ઠાકોર સમાજના યુવા નેતા તરીકે ઉભરી આવેલા પપુભાઈ ઠાકોરને આ વખતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ધાંગધ્રા માં આવતી માલવણ જીલ્લા પંચાયત ની બેઠક પર ઉતારવામાં આવ્યા જેથી પપુભાઇ નું નામ જાહેર થતાં જ વિરોધ પક્ષે ચૂંટણી મેદાન છોડી દેતા ભાજપની આ બેઠક પર એકતરફી જીત નિશ્ચિત થઈ ગઈ છે

માલવણ જિલ્લા પંચાયતની બેઠક પર કોંગ્રેસ ને ઉમેદવાર જ ન મળ્યો જ્યારે આપ દ્વારા ફોર્મ પાછું ખેંચી લેતા હાલ આ બેઠક પર બસપા અને ભાજપ ચુટણી મેદાનમાં રહ્યું છે પરંતુ આ બેઠક પર બસપા દુર દુર સુધી ક્યાંય દેખાતું નજરે નથી પડી રહ્યું જેથી પપુભાઈ ઠાકોર ની જીત નક્કી છે સાથે સાથે આ બેઠક હેઠળ આવતી તાલુકા પંચાયતની પાંચ બેઠકમાં થી પણ ત્રણ બેઠક પર ભાજપ બિનરી થઈ ચૂક્યું છે

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/