વાંકાનેરમાથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે એક ફોર્મ ભરાયું

0
75
/
જિલ્લાની કુલ 230 બેઠકોમાં ઉમેદવારીપત્ર ભરવાના બીજા દિવસે 261 જેટલા ફોર્મ ઉપડ્યા

મોરબી : હાલ મોરબી જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આજે સતત બીજા દિવસે ફોર્મ ઉપાડવા માટે ઉમેદવારોનો ધસારો રહ્યો હતો. જ્યારે વાંકાનેરમાં આજથી ફોર્મ ભરવાના શ્રીગણેશ થયા હતા અને કોંગ્રેસ ઉમેદવાર તરીકે ફોર્મ ભરીને પરત આપ્યું હતું. જ્યારે મોરબી જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની કુલ 230 બેઠકો માટે બીજા દિવસે 261 ફોર્મ ઉપડ્યા હતા.

મોરબી જિલ્લા પંચાયત, પાંચ તાલુકા પંચાયત અને ત્રણ નગરપાલિકાની આગામી 28 ફ્રેબ્રુઆરીએ યોજાનાર ચૂંટણીઓ માટે ગઈકાલથી ફોર્મ ઉપાડવાનું શરૂ થયું હતું અને આજે બીજા દિવસે ફોર્મ ઉપાડવા માટે ઉમેદવારો ઉમટી પડ્યા હતા. જેમાં મોરબી તાલુકા પંચાયતની 26 બેઠકો માટે 47, વાંકાનેર તાલુકા પંચાયતની 24 બેઠક માટે 41, માળીયા તાલુકા પંચાયતની 16 સીટ માટે 10, ટંકારા તાલુકા પંચાયતની 16 સીટ માટે 16 અને હળવદ તાલુકા પંચાયતની 20 સીટ માટે 7 ફોર્મ હતા. મોરબી જિલ્લામાં હજુ સુધીમાં એકમાત્ર વાંકાનેર તાલુકા પંચાયતની લુણસર બેઠકના કોંગ્રેસના ઉમેદવાર કિરીટભાઈ નાનજીભાઈ વસીયાણીએ ફોર્મ ભર્યું છે.

જ્યારે મોરબી જિલ્લાની ત્રણ નગરપાલિકા માટે આજે બીજા દિવસે ઉપડેલા ફોર્મની વિગત જોઈએ તો મોરબી નગરપાલિકાની 52 બેઠકો માટે 60, માળીયા નગરપાલિકાની 24 બેઠકો માટે 27 અને વાંકાનેર નગરપાલિકાની 28 બેઠકો માટે 12 ફોર્મ તેમજ મોરબી જિલ્લા પંચાયતની 24 સીટ માટે 41 ફોર્મ ઉપડ્યા હતા. આમ, મોરબી જિલ્લાની પાંચેય તાલુકા પંચાયતની કુલ 102 બેઠકો માટે 121 ફોર્મ ઉપડ્યા હતા. જ્યારે ત્રણ નગરપાલિકાની 104 બેઠકો માટે 99 ફોર્મ અને જિલ્લા પંચાયતની 24 સીટ માટે 41 ફોર્મ ઉપડ્યા હતા. જો કે હજુ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હજુ બાકી હોય ફોર્મ ઉપડવાની સંખ્યા હજુ પણ વધશે. આજે જિલ્લામાં એક ફોર્મ ભરાઈને પરત આવ્યું છે. હવે 10 તારીખ પછી ફોર્મ ભરવાની કામગીરી ગતિ પણ પકડશે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/