હળવદ : તાલુકાના મેરૂપર ગામે શાળાના આચાર્ય ને મળ્યો રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક નો એવોર્ડ

0
224
/

હળવદ : તાલુકાના મેરૂપર ગામે આવેલ પ્રાથમિક શાળાના આચાર્ય ને આજે શિક્ષકદિન નિમિત્તે ગાંધીનગર ખાતે યોજાયેલ રાજ્યના ૩૬ શિક્ષકોને સન્માનિત કરવામા આવ્યા હતા જેમાં મેરુપર પ્રાથમિક શાળાના આચાર્ય ને રાજ્ય શ્રેષ્ઠ પારીતોષીક શિક્ષક એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતા

૧૦૦ ટકા નામાંકન,સ્થાયીકરણ અને ગુણવત્તાયુકત શિક્ષણની સાથે સાથે બાળકોમાં નૈતિક મૂલ્યો વિકસે તે માટે મૂલ્ય શિક્ષણના પ્રયોગો , લોકસહકારથી શાળા કક્ષાએ નિર્માણ કરેલ અદ્યતન સુવિધાઓ અને કન્યા કેળવણી ,સ્વચ્છતા અભિયાન વગેરે સમાજલક્ષી કાર્યક્રમો માટે ઉત્તમ કાર્ય કરવા માટે હળવદ તાલુકાની મેરુપર પે સેન્ટર શાળાના આચાર્ય ધનજીભાઇ ચાવડાની રાજ્યના ના શ્રેષ્ઠ શિક્ષક તરીકે રાજ્ય સરકાર દ્વારાપસંદગી કરવામાં આવેલ હતી

ત્યારે આજે ૫ સપ્ટેમ્બરના રોજ ગાંધીનગર ટાઉનહોલ ખાતે રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના વરદ હસ્તે રુ.૫૧૦૦૦ અને પ્રશસ્તિપત્ર અાપી ધનજીભાઇ ચાવડાને સન્માનિત કરવામા આવેલ

શિક્ષક સમાજ અને રાષ્ટ્રનો સાચો ઘડવૈયો છે ત્યારે ધનજીભાઇ ચાવડાઅે પોતાને મળેલ રુ.૫૧૦૦૦ ની ધનરાશી પોતાની શાળામા બાળકો માટે બાલ ક્રિડાંગણ બનાવવા અર્પણ કરેલ અને “બાલદેવો ભવ: “ની ભાવના સાથે સંકલ્પબધ્ધ બનીને અને એક આદર્શ ભારતીય અને આદર્શ માનવના નિર્માણ અર્થે હકારાત્મક અભિગમ સાથે કામ કરવાની નેમ વ્યકત કરેલ. ગુણવત્તાયુક્ત પ્રાથમિક શિક્ષણની નેમ અને હામ સાથે મોરબી જિલ્લાના પ્રાથમિક શિક્ષણ અને શિક્ષણ પરિવારને શિરમોર સ્થાન અપાવવા કટિબદ્ધ બનવાની ભાવના વ્યકત કરેહતી

ધનજીભાઈ ને રાજ્ય સરકાર દ્વારા સન્માનિત કરાતા મેરૂપર ગ્રામ પંચાયતના સરપંચ અનીરૂધ્ધ સિહ ખેર,ઉપસરપંચ દિનેશભાઈ પટેલ,જીતુભાઈ ખેર,ભરતભાઈ ખેર,નરેન્દ્રસિહ પરમાર સહિત ગ્રામજનોએ ગામ નું તેમજ તાલુકા જિલ્લા નું ગૌરવ વધારવા બદલ અભિનંદન આપ્યા હતા

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 
ટ્વિટર:-
 https://twitter.com/thepressofindia
ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en 
વ્હોટ્સએપ ગૃપ :-
https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/