હળવદ પાલિકા ગંદુ પાણી વિતરણ કરતા નગરજનો મીનરલ વોટર લેવા બન્યા મજબૂર !!

0
93
/

મિનરલ વોટર વાળા ને તડાકો:  તંત્ર નિષ્ક્રિય

હળવદ : હળવદમાં પાછલા થોડા દિવસોથી ડહોળું અને વાસ મારતું પાણી પાલિકા દ્વારા વિતરણ કરવામાં આવી રહ્યું છે આ પણી પીવા તો શું પણ વાપરવા લાયક પણ ન હોય જેના કારણે શહેરીજનોને નાછુટકે મિનરલ વોટર લેવા મજબૂર બનવું પડી રહ્યું છે તો બીજી તરફ મિનરલ વોટર વાળાને પણ જાણે રૂપિયા રડવાની સિઝન ખુલી ગઈ હોય તેમ મન ફાવે તેવા રૂપિયા વસૂલી રહ્યા છે તેમ છતાં પણ તંત્ર હજુ અજાણ છે

શહેરમાં પાલિકા દ્વારા કરવામાં આવતા પાણીના વિતરણ માં છેલ્લા પંદર દિવસથી વધુ સમયથી ડહોળુ અને વાસ મારતુ પાણી લોકોના ઘરે નળમાં આવી રહ્યું છે જેના કારણે પાલિકા પ્રત્યે લોકોનો રોષ જોવા મળી રહ્યો છે આવા દૂષિત પાણીને પગલે નગરજનો નાછુટકે મિનરલ વોટર લેવા મજબુર બન્યા છે

શહેરમાં સ્વચ્છ પાણી આપવા ચીફ ઓફિસર ને સૂચનાઓ આપી છે : સાબરીયા

વરસાદને પગલે શહેરમાં છેલ્લા થોડા દિવસોથી તો ડહોળુ પાણી આવતું હોવાની ફરિયાદો નગરજનો દ્વારા મને કરવામાં આવી રહી છે જેના પગલે ચીફ ઓફિસરને સૂચનાઓ આપી શહેરમાં સ્વચ્છ પીવાલાયક પાણી આપવા જણાવ્યું છે

હળવદ પાલિકાને શહેરીજનોની કાંઈ પડી જ નથી..? : વાસુદેવભાઈ પટેલ

હળવદમાં છેલ્લા ઘણા સમયથી પાલિકા દ્વારા નગરજનોને દૂષિત પાણીનું વિતરણ કરી રોગચાળો ભેટમાં આપી રહી છે આ બાબતે મે ચીફ ઓફિસર ને રજૂઆત કરી તો તેઓએ જણાવ્યું હતું કે પાણી પુરવઠા બોર્ડ ને સ્વચ્છ પાણી આપવા કહેવાયું છે અને હાલ તો અમને જે પાણી પુરવઠા બોર્ડ આપે એ જ પાણી અમારે વિતરણ કરવાનું હોય પાણી આપવાની જવાબદારી પાણી પુરવઠા બોર્ડની છે અમારે તો માત્ર વિતરણ કરવાની જવાબદારી છે તેવો ઉડાઉ જવાબ આપતા હોવાનું વોર્ડ નંબર સાત ના પાલિકા સદસ્ય વાસુદેવભાઈ પટેલે જણાવ્યું હતું

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 
ટ્વિટર:-
 https://twitter.com/thepressofindia
ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en 
વ્હોટ્સએપ ગૃપ :-
https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/