હળવદ : જુના દેવળીયા નજીક કારમાંથી દારૂના જથ્થા સાથે એક ઝડપાયો : એક ફરાર

0
54
/
અમદાવાદ પાસિંગની કારમાં મહેસાણા જિલ્લાનો શખ્સ ઝડપાયો : ફરાર શખ્સ પાટડીનો

હળવદ : તાલુકાના જુના દેવળીયા ગામ નજીકથી પસાર થતી અમદાવાદના પાસિંગ નંબર વાળી એક કાર રોકી પોલીસે તેની તલાશી લેતા કારમાંથી ભારતીય બનાવટનો અંગ્રેજી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આથી પોલીસે કાર અને દારૂના જથ્થા સહીત કાર ચાલકની અટકાયત કરી છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં પાતળી તાલુકાના એક શખ્સની સંડોવણી ખુલતા તેને ઝડપી લેવા પોલીસે કવાયત હાથ ધરી છે.

હળવદ તાલુકાના જુના દેવળીયા ગામ નજીકથી ગત રોજ બપોરના અરસામાં શેવરોલેટ કાર નંબર GJ 1 KG 0333 પસાર થતા શંકાના આધારે પોલીસે કારની તલાશી લેતા કારમાંથી 197 બોટલ ભારતીય બનાવટની અંગ્રેજી દારૂની 197 બોટલ (કિંમત 57600) મળી આવી હતી. આથી પોલીસે કાર ચાલક મહેસાણાના જોટાણા તાલુકાના કોટાસણ ગામના યુવરાજસિંહ ધર્મેન્દ્રસિંહ ઝાલાની અટકાયત કરી હતી. જયારે સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના મેઘરાજસિંહ ટીકુભા ઝાલા નામના શખ્સની સંડોવણી ખુલતા પોલીસે તેને પકડવાની તજવીજ આદરી છે. 57600 રૂપિયાની કિંમતનો દારૂ તથા 5 લાખની કિંમતની કાર સહીત પોલીસે કુલ 5.57 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

Mehul Bharwad 9898387421

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/