એસટી બસના પાછળના ભાગે ટ્રક ડ્રાઇવરે ઠોકર મારતા ત્રણ મુસાફર અને એસટી ડ્રાઇવર ઘાયલ થયૉ
હળવદ : હાલ હળવદ માળીયા હાઇવે નવા ધનાળા ગામના પાટીયાથી આગળ ફાઉન્ટન હોટલની સામે એસટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા બસના ડ્રાઇવર અને ત્રણ મુસાફરોને ઈજાઓ પહોંચી હતી.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ગઈકાલે બપોરના સમયે હળવદ માળીયા હાઇવે નવા ધનાળા ગામના પાટીયાથી આગળ જઈ રહેલી એસટી બસને ટ્રક રજી નં GJ 19 X 3888 ના ચાલકે તેની ટ્રક પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી પાછળના ભાગે ભટકાડતા એસટી ડ્રાઇવર પ્રવિણભાઇ વિઠ્ઠલભાઈ પટેલ, ઉ.વ ૫૨, રહે ગામ પીઠાઇ તા.કઠલાલ જી.ખેડાવાળાને તેમજ બસમાં મુસાફરી કરી રહેલા ત્રણ મુસાફરોને ઈજાઓ પહોંચી હતી.
આ અકસ્માતની ઘટના અંગે બસના ડ્રાઇવર પ્રવિણભાઇ વિઠ્ઠ્લભાઇ પટેલે ટ્રક રજી.નં.GJ-19X3888ના ચાલક વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં એસ.ટી.બસને તથા જી.ઇ.બી.ના થાંભલાને નુકશાન પહોંચાડવા અંગે ફરિયાદ પણ નોંધાવી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide