હળવદમાં વિદેશી દારૂના 336 ચપલા સાથે 4 ઝડપાયા, એક રફુચક્કર

0
58
/

33,600ની કિંમતનો વિદેશી દારૂ અને એક અલ્ટો કાર, મોબાઈલ સહિત 1,35,100નો મુદ્દામાલ જપ્ત કરાયો 

હળવદ: હાલ હળવદના કીડી ગામ તરફ જવાના રસ્તે એક અલ્ટો કારને રોકી તેની તપાસ કરતા કારમાંથી 336 વિદેશી દારૂની બોટલ (ચપલા) સાથે 4 શખ્સો મળી આવતા હળવદ પોલીસે ચાર આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી પ્રાથમિક પૂછપરછ હાથ ધરી હતી. જેમાં પાંચમા શખ્સનું નામ પણ ખુલતા તેને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે.

હળવદ પોલીસ સ્ટેશન ટીકર આઉટ-પોસ્ટના તાબા હેઠળ આવતા કીડી ગામ તરફ જવાના રસ્તે અલ્ટો કાર નંબર GJ 13- NN- 2243 પસાર થતા તેને શંકાના આધારે અટકાવવી તેની તપાસ કરતાં કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂના 336 ચપલા (પુરી બોટલનો ચોથા ભાગનો દારૂ સમાવી શકતું પેકિંગ) મળી આવતા કારમાં બેઠેલા મયુરભાઈ ઉર્ફે મયો માનસિંગભાઈ ઝિંઝુવાડીયા (ઉંમર વર્ષ 24 રહે. જોગડ શક્તિગઢ, તાલુકો હળવદ), રણજીતભાઈ કરણાભાઈ ઉધરેજા ( ઉંમર વર્ષ 29 રહે. ગામ જૂની કીડી, તાલુકો હળવદ), વિષ્ણુ ઉર્ફે વિશાલ ઠાકરશીભાઈ વડેચા (ઉંમર વર્ષ 19, રહે. ગામ જૂની કીડી તાલુકો હળવદ) હિતેન્દ્ર ઉર્ફે હિતેશભાઈ ઉર્ફે હિતો તેજાભાઇ પરમાર (ઉંમર વર્ષ 33, રહે. ગામ કીડી, તાલુકો હળવદ) વાળાની અટકાયત કરી તેની પ્રાથમિક પૂછપરછ હાથ ધરતા શેરખાન નામના વધુ એક શખ્સનું નામ ખૂલ્યું હતું. ઝડપાયેલા ચારેય આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી નાસી છૂટેલા શખસને ઝડપી પાડવા હળવદ પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ જી.પી. ટાપરીયાએ વધુ તપાસ પણ હાથ ધરી છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/