હળવદના 67 વર્ષના મહિલા વૃધ્ધે આપી કોરોનાને મ્હાત

0
57
/

અત્યાર સુધીમાં હળવદમાં કોરોના પોઝિટિવના 6 કેસ નોધાયા હતા:5 દર્દી સ્વસ્થ થતાં રજા અપાઈ: હવે 1 માત્ર કેસ એક્ટીવ

હળવદ: લોકડાઉનમા હળવદ કોરોના મુક્ત રહ્યા બાદ અનલોકમા માત્ર 30 દિવસના ગાળામાં જ 6 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા જોકે પ્રથમ 4 કેસ નોંધાયા બાદ તે દર્દીઓ સ્વસ્થ થતા તેઓને હોસ્પિટલમાંથી રજા આપી દેવાઈ હતી.

આમ હળવદ કોરોના મુક્ત બન્યું હતું પરંતુ બે દિવસ કોરોના મુક્ત રહ્યા બાદ હળવદમાં ગત તારીખ 4 અને 5ના રોજ એક – એક કેસ કોરોના પોઝિટિવ નોંધાયો હતો જેમાંના હળવદ દંતેશ્વર દરવાજા વિસ્તારમાં રહેતા અને હાલ કોયબા રોડ પર આવેલ તેઓની વાડીએ રહેતા હનિફાબેન મોહમ્મદભાઈ લોલાડીયા ઉ.67નો તારીખ 5ના રોજ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓને સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જોકે આજે તેઓ સ્વસ્થ થઇ જતા તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે એટલે આમ હળવદમાં કુલ 6 કેસમાં થી 5 કોરોના પોઝિટિવ દર્દી સ્વસ્થ થઇ જતા હોસ્પિટલમાંથી રજા અપાઈ છે જેથી હાલ હળવદમાં હવે એક માત્ર એક્ટિવ કેસ છે.

Mehul Bharwad 9898387421

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/