હળવદના ચરાડવા ગામે વાડીની જમીનનો પાળો કરવા મામલે યુવાન પર હુમલો

0
72
/
બે શખ્સો સામે માર માર્યાની હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

હળવદ : હળવદના ચરાડવા ગામે વાડીની જમીનનો પાળો કરવા મામલે યુવાન પર બે શખ્સોએ માર માર્યાની હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. હળવદ પોલીસે યુવાનની ફરિયાદ પરથી બે શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની હળવદ પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર ફરિયાદી નરેન્દ્રભાઇ પ્રભુભાઇ સોનાગ્રા (ઉ.વ ૩૩, ધંધો ખેતી, રહે. ગામ ચરાડવા ગોપાલનગર, તા. હળવદ) એ આરોપીઓ દિનેશભાઇ રણછોડભાઇ પટેલ, રાકેશભાઇ દિનેશભાઇ પટેલ (બન્ને રહે. ચરાડવા, તા.હળવદ) સામે ફરિયાદ નોંધાવી હતી કે ગત તા.૯ ના રોજ ચરાડવા ગામની સીમ મહાકાળી આશ્રમ પાછળ ફરીયાદીની વાડીના શેઢે આરોપીઓએ ફરીયાદીની જમીનમાં પાળો (બંધ) કરેલ હોય. જેથી, ફરીયાદીએ કેમ તેઓની જમીનમાં પાળો કરેલ છે તેમ કહેતા ઉશ્કેરાય જઇને આરોપીઓએ ફરીયાદીતથા સાહેદને ગાળો આપી ઢીક્કા પાટુનો માર મારી સણાથા વડે ફરીયાદીને મુંઢ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવની હળવદ પોલીસે ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Mehul Bharwad 9898387421

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/