હળવદના ઘનશ્યામપુર ગામે જુગાર રમતા 5 ઝડપાયા : 2 ફરાર

0
52
/

હળવદ પોલીસે સ્થળ પરથી કુલ રૂ.36,300 નો મુદ્દામાલ કબ્જે કર્યો

હળવદ : હળવદ પોલીસે આજે બાતમીના આધારે હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામે જુગાર રમતા 5 શખ્સોને કુલ રૂ.36,300 નો મુદ્દામાલ સાથે ઝડપી.લીધા હતા.જ્યારે બે શખ્સો નાસી છૂટ્યા હતા.હળવદ પોલીસે આ અંગે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવની હળવદ પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર હળવદના ઘનશ્યામ પુર ગામે સીમમાં આવેલી વાડીની બાજુમાં કેટલાક શખ્સો જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમીના આધારે હળવદ પોલીસ આ સ્થળે ત્રાટકી હતી.પોલીસે હળવદના ઘનશ્યામ પુર ગામે સીમમાં આવેલી વાડીની બાજુમાં જાહેરમાં જુગાર રમતા મહેબૂબભાઈ ઉર્ફે રેવું નથુભાઈ સિપાઈ , ભરતભાઇ રતીગરભાઈ ગોસાઈ , ગિરીશભાઈ જગદીશભાઈ પરમાર , નિતેશભાઈ ઉર્ફે બુઘો લાલજીભાઈ. મકવાણા ,ગુલાબભાઈ અબ્રાહમભાઈ શેખને કુલ રોકડ રકમ રૂ.36,300 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.જ્યારે પોલીસની આ રેડ દરમિયાન સવજીભાઈ કમાભાઈ દલવાડી અને ગોપાલભાઈ બીજલભાઈ રાઠોડ નામના બે શખ્સો નાસી છૂટ્યા હતા.હળવદ પોલીસે આ અંગે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/