વાંકાનેરમાં પાડધરા ચોકડી પાસે બે દુકાનોના તાળા તોડી, 40 હજારના કોપર વાયરની ચોરી

0
40
/

વાંકાનેર : વાંકાનેરના પાડધરા ચોકડી પાસે આવેલી દુકાનોમાં ગતરાત્રે બે દુકાનમાંથી ચોરી થઇ ગઈ હતી. તસ્કરોએ એક દુકાનમાંથી આશરે 40 હજારના કોપર વાયરની ચોરી કરી હતી. જયારે બીજી દુકાનમાંથી કંઈ ચોરાયું ના હોવાનું જાણવા મળ્યું છે.

આ બનાવની પ્રાપ્ત વિગત મુજબ ગઇકાલે રાત્રે બે થી ત્રણ વાગ્યાની વચ્ચે વાંકાનેરની પાડધરા ચોકડી પાસે આવેલી દુકાનોમાં બે દુકાનના શટર તોડીને ચોર ત્રાટક્યા હતા. જેમાંથી એક દુકાનમાં કાંઈ હાથમાં આવ્યું નહોતું. જ્યારે અજાણ્યા શખ્સોએ બીજી કિશાન મોટર રીવાઇડીંગની દુકાનમાંથી આશરે 40,000 રૂપિયાની કિંમતના કોપર વાયરની ચોરી કરી હતી. પાડધરા ચોકડી પર કિસાન મોટર રીવાઇડીંગ એ ભલગામના ઇકબાલભાઇની દુકાન છે. તેઓ સવારે દુકાને ગયા ત્યારે સંપૂર્ણ હકિકત ધ્યાને આવી હતી. તેઓએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં જાણ કરીને ફરિયાદ નોંધાવી હતી. હાલમાં પોલીસ દ્વારા ચોરને પકડવા શોધખોળ કરવામાં આવી રહેલ છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/