હળવદ : વર્તમાન પરિસ્થિતિમાં ભારતીય સીમા એલ.એ.સી. પર ચીન દ્વારા ઘુષણખોરી કરી અને ભારતીય સેનાના જવાનો ઉપર નિર્મમ હુમલો કરવામાં આવેલ છે. તેના વિરોધમાં હળવદ વી.હી.પ. બજરંગદળ દ્વારા હાલ ની કોરોના પરિસ્થિતિને ધ્યાનમાં લઇ મર્યાદિત સંખ્યામાં સરકારની ગાઈડ લાઈન મુજબ ચીનના રાષ્ટ્રધ્વજ અને ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગના પૂતળાનું દહન કરી વિરોધ દર્શાવ્યો હતો. તેમજ ભારત માતા કી જય, વંદે માતરમ, વીર શહીદો અમર રહો, સેના કે સન્માન મેં, બજરંગદળ મેદાન મેં જેવા સૂત્રોચાર સાથે ચીનનો વિરોધ અને ભારતીય સેનાનું સમર્થન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને બજરંગ દળના કાર્યકરોએ સફળ બનાવ્યો હતો.

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA
મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide
