હળવદના પ્રથમ કોરોના પોઝિટિવ દર્દી સ્વસ્થ થતા હોસ્પિટલેથી રજા અપાઈ

0
53
/

વૃદ્ધને સાત દિવસ હોમ આઇસોલેશ હેઠળ રખાશે

હળવદ : હળવદ શહેરમાં ગત તા.9 ના રોજ કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો હતો.જેમાં વિરમગામથી પરત આવેલા 60 વર્ષના વૃદ્ધનો કોરોનાનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો દરમિયાન સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા આ વૃદ્ધ સ્વસ્થ થતા તેમને આજે હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.આ વૃદ્ધને સાત દિવસ હોમ આઇસોલેશમાં રખાશે.

હળવદના ઘાચીવાડ, દંતેશ્ર્વર દરવાજા વિસ્તારમાં રહેતા મહંમદ હુશેન અબ્દુલ લતીફ સુમરા ઉવ.60 વર્ષના વૃદ્ધનો ગત તા.9 ના રોજ કોરોનાનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો.આથી વૃદ્ધને કોરોનાની સારવાર માટે સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલમાં ખસેડાયા હતા.આરોગ્ય.સહિતના તંત્ર દ્વારા તકેદારીના પગલાં લેવામાં આવ્યા હતા.અને તેમના વિસ્તારને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરીને આ વિસ્તારમાં રહેતા લોકોને હોમ.ક્વોરન્ટાઇન કર્યા હતા. દરમિયાન સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા આ વૃદ્ધની તબિયત એકદમ સ્વસ્થ હોવાથી તેમને આજે હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે અને આ વૃદ્ધ દર્દી સાજા થઈને તેમના ઘરે પરત આવતા સ્થાનિકોએ રાહતનો દમ.લીધો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા હળવદના સોનીવાડમાં રહેતું દંપતીને કોરોના પોઝિટિવ આવ્યો હતો.આથી આ દંપતી હાલ સારવાર હેઠળ છે.એટલે હળવદના 3 કેસમાંથી હવે બે કેસ જ એક્ટિવ રહેલ છે.

Mehul Bharwad 9898387421

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/