હળવદ : ભાયુ ભાગની વાડીમાં ખોદકામ મામલે કુટુંબીજનો વચ્ચે ઝઘડો, પિતા-પુત્રને ઇજા

0
65
/

ચાર શખ્સોએ હુમલો કર્યાની હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ

હળવદ : હળવદના અજિતગઢ ગામે આવેલ ભાયુંભાગની વાડીમાં ખોદકામ મામલે કુટુંબીજનો વચ્ચે ડખ્ખો થયા બાદ ઉશ્કેરાયેલા ચાર શખ્સોએ પિતા-પુત્ર ઉપર હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે ચાર શખ્સોએ હુમલો કર્યાની હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. આથી, હળવદ પોલીસે ચારેય આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની હળવદ પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર ગોરધનભાઇ પ્રભુભાઇ ભીમાણી (ઉ.વ.૫૫, ધંધો-ખેત મજુરી, રહે,અજીતગઢ, તા.હળવદ) એ આરોપીઓ ધીરાભાઇ પ્રભુભાઇ, લાભુભાઇ પ્રભુભાઇ, કાળૂભાઇ પ્રભુભાઇ, વિજયભાઇ ધીરભાઇ (તમામ રહે, ગામ-અજીતગઢ, તા.હળવદ) સામે ફરિયાદ નોંધાવી હતી કે , ફરીયાદીની તથા તેમના ભાઇઓની સયુંક્ત વાડીના નીચેના ભાગે ફરીયાદીનો ભાઇ બીજલભાઇ તથા અન્ય સુનિલભાઇ ઘનશ્યામભાઇ હીટાચી મશીનથી ખોદકામ કરતા હોય જેથી ફરીયાદીએ પોતાની વાડીને નુકશાન ન થાય તે માટે કહેવા જતા બીજલભાઇ તથા સુનિલભાઇએ ફરીયાદી સાથે બોલાચાલી કરી હતી.

આ માથાકૂટ થયા બાદ ફરીયાદી ત્યાથી પોતાનુ મોટર સાયકલ લઇ પોતાના ઘર તરફ જવા નીકળ્યા હતા અને રસ્તામા ફરીયાદીનો દિકરો રવજી ભેગો થતા બંને બાપ-દિકરો ઘરે જવા નીકળ્યા હતા. તે દરમિયાન અજીતગઢ ગામની સીમમા હાંહલબાઇની દેરી પાસે સાંજના સવા છ એક વાગ્યે પહોચતા રસ્તાની બાજુમા આરોપીઓ ધીરા પ્રભુભાઇ, લાભુ પ્રભુભાઇ, કાળુભાઇ પ્રભુભાઇ તથા ધીરા પ્રભુભાઇનો દિકરો વિજય ત્યા હાજર હતા. આરોપી ધીરાભાઇએ ચાલુ મોટર સાયકલે ફરીયાદી તથા તેમનો દિકરા રવજીને ધોકો મારતા મોટર સાયકલ નિચે પડી ગયા હતા. તેમજ ચારેય આરોપીઓ બોલવા લાગ્યા હતા કે આપણી વાડી પાસે બીજલભાઇ તથા સુનિલ સાથે કેમ તમે મારામારી કરીને આવેલ છો? તેમ બોલી ચારેય આરોપીઓએ એક બીજાની મદદગારી કરી ફરીયાદીને માર માર્યો હતો.

ધીરાભાઇ પ્રભુભાઇ તેના હાથમા રહેલ ટુંકા હાથાની બુંધા જેવી કુહાડી ફરીને મારવા જતા ફરીયાદીએ ડાબો હાથ આડો દેતા ડાબા હાથની કોણીએ કુહાડી વાગતા ફરીને લોહી નિકળેલ અને લાભુભાઇ પ્રભુભાઇએ ફરીયાદીને ડાબા પગના ઘુટણ પાસે ધોકો મારતા ફેક્ચરની ઇજા થઈ હતી. તેમજ કાળુભાઇ પ્રભુભાઇએ ફરીયાદીને જમણા પડખે ધોકાથી મુઢ માર મારેલ તેમજ વિજય પ્રભુભાઇએ ફરીને ધોકાથી ડાબા પગના સાથળે મુઢ માર મારીને ઇજા પહોંચાડી હતી. આ બનાવની હળવદ પોલીસે ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/