હળવદ તાલુકામાં પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા કર્તવ્ય બોધ દિવસની ઉજવણી કરવામાં આવી

0
18
/

હળવદ : હાલ 12મી જાન્યુઆરીએ સ્વામી વિવેકાનંદ જન્મજયંતિથી 23મી જાન્યુઆરીએ સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિ દરમ્યાન સમગ્ર દેશમાં અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘ દ્વારા કર્તવ્ય બોધ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

જેના ભાગરૂપે આજ રોજ મોરબી જિલ્લાના હળવદ તાલુકા ખાતે સરસ્વતી શિશુ મંદિરમાં અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘ તથા શૈક્ષિક મહાસંઘ ગુજરાત સંલગ્ન પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ હળવદ દ્વારા કર્તવ્ય બોધ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મુખ્ય અતિથિ અશોકભાઈ વડાલીયા (હળવદ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી), કાર્યક્રમના મુખ્ય વક્તા રાજેશભાઇ બદ્રકિયા (મોરબી જિલ્લા પ્રચાર પ્રમુખ – રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, ચાઇલ્ડ વેલફેર કમિટી, મોરબી જિલ્લા ચેરમેન), હિતેશભાઈ ગોપાણી (સંગઠન મંત્રી, શૈક્ષિક મહાસંઘ-મોરબી જિલ્લો), પ્રદીપભાઈ કુવાડિયા (સિનિયર ઉપાધ્યક્ષ, શૈક્ષિક મહાસંઘ-મોરબી જિલ્લો), નરેન્દ્રસિંહ ઝાલા (આચાર્ય, માધ્યમિક શાળા માથક), મહેન્દ્રભાઈ ગોસરા (અધ્યક્ષ, શૈક્ષિક મહાસંઘ-હળવદ), કેતનભાઈ વડાવીયા (મહામંત્રી-શૈક્ષિક મહાસંઘ) સહિતના અગ્રણીઓએ કાર્યક્રમમાં હાજરી પણ આપેલ હતી.

કાર્યક્રમની શરૂઆત સૌપ્રથમ દીપ પ્રાગટય કરી માં સરસ્વતીની સ્તુતિ કરીને કરવામાં આવી હતી. મહેશભાઈ પંચાલ દ્વારા વિવેકાનંદની દેશભક્તિના ગીતનું ગાન કરવામાં આવ્યું હતું. સંગઠન મંત્રી હિતેશભાઈ જાદવ દ્વારા ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરાયું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોનું સંગઠનના સભ્યો અને તાલુકામાંથી આવેલ શિક્ષકોના હસ્તે ભારતમાતાની છબી અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કાર્યક્રમના મુખ્ય અતિથિ અશોકભાઈ વડાલીયા (તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી) દ્વારા એક શિક્ષક તરીકેની શું ભૂમિકા હોવી જોઈએ અને તેના કાર્ય પ્રત્યેની નિષ્ઠા બાબતે પ્રાસંગિક વક્તવ્ય અપાયુ હતું. કાર્યક્રમના મુખ્ય વક્તા રાજેશભાઈ બદ્રકિયા દ્વારા ગુરુ-શિષ્ય પરંપરા અને એક જવાબદાર નાગરિક તરીકે રાષ્ટ્ર માટે શું યોગદાન હોઈ શકે અને એક શિક્ષક તરીકે કર્તવ્ય પાલન કરવું એ બાબતે પોતાની આગવી શૈલીમાં વક્તવ્ય પણ અપાયું હતું.

કર્તવ્ય બોધ દિવસના કાર્યક્રમના મહેમાનો તથા હળવદ તાલુકાના પ્રાથમિક અને માધ્યમિક શિક્ષકોની તથા સરસ્વતિ શિશુ મંદિર સંસ્થાની આભારવિધિ શૈક્ષિક મહાસંઘના ઉપાધ્યક્ષ વનરાજભાઈ સિંધવ દ્વારા કરાઈ હતી. તાલુકા કાર્યવાહ નિલેશભાઈ પટેલ દ્વારા કલ્યાણમંત્રના ગાનથી કાર્યક્રમની પૂર્ણાહુતી કરાઈ હતી. કાર્યક્રમના સુચારુ આયોજનમાં રાજુભાઇ ગોહિલ, મહેન્દ્રભાઈ પટેલ, સુરેશભાઈ મૈયડ, જીતેન્દ્રભાઈ રકંપરા અને દિનેશભાઇ રંગાડીયા દ્વારા જહેમત ઉઠાવલેલ હતી. સમગ્ર કાર્યનું સંચાલન સહમંત્રી હસમુખભાઈ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/