મોરબીમાં વરસાદમાં ધોવાયેલા 16 માર્ગોનું રૂ.3.66 કરોડના ખર્ચે નવીનીકરણ કરાશે

0
131
/
પાલિકા તંત્ર દ્વારા રોડના કામો માટે મંજૂરી પ્રક્રિયા હાથ ધરાઈ : વહીવટી મંજૂરી મળ્યા બાદ ટૂંક સમયમાં રોડના કામો હાથ ધરાશે : પાલિકા પ્રમુખ

મોરબી : મોરબીમાં ભારે વરસાદમાં તમામ માર્ગો ભાંગરમાં ફેરવાયા છે.શહેરના ઘણા રોડની હાલત એવી નાજુક છે કે એ રોડ પરથી પસાર થવું એટલે અકસ્માતને આમંત્રણ આપવા બરોબર છે. ત્યારે મોરબી પાલિકા તંત્રએ આ માગોની યાદી તૈયાર કરીને કુલ 16 માર્ગોનું રૂ.3.66 કરોડના ખર્ચે નવીનીકરણ કરણ કરવા મજુરી પ્રક્રિયા હાથ ધરી છે. અને આ રોડના કામો માટે વહીવટી મજુરી મળ્યા બાદ ટૂંક સમયમાં રોડના કામો હાથ ધરવામાં આવશે તેવું પાલિકા પ્રમુખે જણાવ્યું હતું.મોરબીમાં ભારે વરસાદમાં તમામ રોડની હાલત બદતર થઈ ગઈ છે. અગાઉ ભારે વરસાદ પડ્યા બાદ પણ કટકે કટકે વરસાદ પડતો હોવાથી તમામ માર્ગોનું ધોવાણ થઈ ગયું છે. ઘણા માર્ગોની હાલત એવી છે કે તે રોડમાં ખાડા છે કે ખાડામાં રોડ છે તેવી દયનિય હાલત થઈ ગઈ છે. રોડ પર ખાડા ટેકરા થઈ જવાથી વાહન ચાલકો પર અકસ્માતનું જોખમ તોળાઈ રહ્યું છે. ઘણા સમયથી રોડના રિપેરીગની ઉઠતી માગને ધ્યાને લઈને પાલિકા તંત્રએ અંતે રોડના કામો માટેની મંજુરી પ્રક્રિયા હાથ ધરી છે. શહેરના 16 જેટલા માર્ગોનું રૂ.36.65 લાખના ખર્ચે નવીનીકરણ કરવા માટે મંજૂરીની કવાયત હાથ ઉપર લીધી છે.

મોરબીના વધુ સમાચારો માટે The Press Of India ની નીચે આપેલ લિન્ક સાથે જોડાઓ

-:ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
-:યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 
-:ટ્વિટર:-
 https://twitter.com/thepressofindia
-:ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en 
-:વ્હોટ્સએપ ગૃપ :-
https://chat.whatsapp.com/GmiNcCIkwLI7wVeMdeDQxP

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/