મોરબીમાં વરસાદી પાણીના નિકાલ તંત્ર ખુલ્લા નહી કરે તો લોક ડીમોલીશનનું શસ્ત્ર ઉગામશે

0
203
/
/
/

મોરબી શહેરમાં છેલ્લા દિવસોમાં પડેલા ભારે વરસાદના કારણે માનવસર્જિત હોનારત થતાં થતાં રહી ગઈ હતી જેથી કરીને હાલમાં સ્થાનિક લોકો જાગૃત થયા છે અને આગામી દિવસોમાં ભારે વરસાદ પડે ત્યારે ફરી પાછી આવી પરિસ્થિતિનું નિર્માણ ન થાય તેના માટે ગઇકાલે આગેવાનોની રવાપર કેનાલ ચોકડી પાસે મિટીંગ મળી હતી જેમાં એવું નક્કી કરવામાં આવ્યું છે કે શહેરના દરેક વિસ્તારમાંથી વરસાદી પાણીના નિકાલમાં થયેલા દબાણોને કોઈપણ સંજોગોમાં દૂર કરવામાં આવે જરૂરી છે અને જો તંત્ર દ્વારા આ કામગીરી નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં સ્થાનિક લોકો ડીમોલીશન કરશે

મોરબી શહેરની રવાપર કેનાલ ચોકડી તેમજ અવની ચોકડી આસપાસના વિસ્તારમાં ગત શુક્ર અને શનિવારે પડેલા ભારે વરસાદના કારણે જે હોનારત જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી તેથી આ વિસ્તારના આગેવાનોની ગઈકાલે મિટિંગ મળી હતી જેમાં સર્વાનુમતે એવું નક્કી થયેલ છે કે મોરબી શહેર માંથી વરસાદી પાણીનો નિકાલ થાય તેના માટે થઈને જે રાજાશાહી સમયના વરસાદી પાણીના નિકાલ હતા તેને ખુલ્લા કરવા માટે થઈને આગામી દિવસોમાં સંયુક્ત રીતે કાર્યવાહી કરવામાં આવશે અને સ્થાનિક તંત્રને આ અંગેની નોટીસ પણ આપવામાં આવશે જો ત્યાર પછી પણ તંત્ર દ્વારા કોઈ અસરકારક કામગીરી નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં મોરબી શહેરની જનતા દ્વારા જે તે જગ્યાએ વરસાદી પાણીના નિકાલમાં થયેલા દબાણોને બુલડોઝર ફેરવીને તોડી પાડવામાં આવશે અને વરસાદી પાણીના નિકાલ ને ખુલ્લા કરવામાં આવશે

વધુમાં મળતી માહિતી પ્રમાણે પહેલા નગરપાલિકા અને ગ્રામ પંચાયત સહિતના વહીવટી તંત્ર પાસેથી મોરબી શહેરમાં વરસાદી પાણીના નિકાલ માટે વર્ષો પહેલા વોંકડા મૂકવામાં આવ્યા છે તેની લંબાઈ અને પહોળાઈની માહિતી માગવામાં આવશે અને તે માહિતી મળી ગયા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે જેમા કોઇપણનું દબાણ હોય તો તેને તોડવા માટે થઈને તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેના માટે થઈને ઉચ્ચકક્ષા સુધી રજૂઆતો કરવામાં આવશે તેમ છતાં પણ પરિણામ નહીં મળે તો અંતે લોકો દ્વારા ડીમોલેશનનું શસ્ત્ર ઉગામશે

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/
Banner