વાંકાનેરમાં કિશાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ કરાવતા સાંસદ સભ્ય મોહનભાઇ કુંડારીયા

0
48
/
૧૨ ગામના ૧૨૩૨ ખેડૂતોને દિવસે વીજળીનો લાભ મળશે

વાંકાનેર : હાલ મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાનાં ૧૨ ગામોના ૧૨૩૨ ખેડૂતોને દિવસે વીજળી મળે એ માટેની કિશાન સૂર્યોદય યોજનાનો વીડી જાંબુડીયા ગામે આયોજીત કાર્યક્રમમાં ઇ-તકતીથી અનાવરણ કર્યા બાદ સાંસદશ્રી મોહનભાઇ કુંડારીયાએ જણાવ્યુ હતુ કે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી નેતૃત્વ હેઠળની સરકારે ખેડૂતોની ચીંતા કરીને ખેડૂતોને દીવસે જ વીજળી મળે તે માટે ૩૫૦૦ કરોડ રૂપીયાનો ખર્ચ કરીને એક હજાર દિવસમાં દરેક ગામે દિવસેજ ખેડૂતોને વીજળી મળે તે માટે આયોજન કરવામાં આવેલ છે. જેના ભાગરૂપે આ કિશાન સૂર્યોદય યોજનાનો વાંકાનેર તાલુકામાં ૧૨ ગામના ૧૨૩૨ ખેડૂતોને આજથી જ દિવસે વીજળી મળતી થઈ ગઈ છે.

હાલની કેન્દ્રની અને રાજ્ય સરકાર ખેડૂતો પ્રત્યે ચિંતીત છે અને કિશાન નિધિ યોજના હેઠળ ૭મો હપ્તો પણ ખેડૂતોને ચૂકવવામાં આવેલ છે અને કેન્દ્ર સરકારે ૧૫માં નાણા પંચના રૂપીયા સીધા જ ગ્રામ પંચાયતોને મળતા થયા છે. તેમજ વાંકાનેર તાલુકામાં ૪૫ કરોડના રસ્તાઓ મુખ્યમંત્રી તથા નાયબ મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરતાં મંજૂર કરવામાં આવ્યા હોવાનું સાંસદ મોહનભાઇ કુંડારીયા એ જણાવ્યુ હતું.

આ કાર્યક્રમની શરૂઆતમાં પી.જી.વી.સી.એલ. ના નાયબ ઈજનેરશ્રી એન.આર.હુંબલ દ્વારા સ્વાગત પ્રવચન અને આભરવિધી નાયબ અધિક્ષકશ્રી મહાવીરસિંહ ઝાલા દ્વારા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વાંકાનેર તાલુકાનાં અગ્રણીઓ કેશરીદેવસિંહજી, ગોરધનભાઈ સરવૈયા, વાઘજીભાઇ ડાંગરેચા, ગોવીંદભાઈ દેસાઇ, હીરભાઈ બાંભવા, સુરેશભાઇ પ્રજાપતી, ભરતભાઇ ડાભી, કૃપાલસિંહ ઝાલા, અધિક્ષક ઈજનેરશ્રી પી.આર. ડોબરીયા અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/