વાંકાનેરના જીનપરા રોડ ઉપર આવેલ ન્યુ ખેતી વિકાસ કેન્દ્ર નામની દુકાન ને તસ્કરોએ નિશાન બનાવી હતી અને આ દુકાનની અંદર પ્રવેશ કરીને તસ્કરો કુલ મળીને રોકડા ૬૫ હજારની ચોરી કરી ગયેલ છે જેથી પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથધરી છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે નવી રાતીદેવડી ગામે રહેતા ઇસ્માઇલભાઇ વલીમામદભાઇ માથકિયાની વાંકાનેરમાં જીનપરા રોડ ઉપર પટેલ ડી માર્ટની બાજુમાં ન્યુ ખેતી વિકાસ કેન્દ્ર નામની જંતુનાશક દવાઓની દુકાન આવેલ છે જેનો દરવાજો ખોલીને તસ્કરોએ દુકાનમાં પ્રવેશ કરીને દુકાનની અંદર મુકવામાં આવેલ ટેબલના ડ્રોઅરમાંથી રોકડા રૂપિયા ૬૫૦૦૦ની ચોરી કરેલ છે જેથી ભોગ બનેલા વેપારીએ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ચોરીના બનાવની ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને દુકાનમાં ચોરી કરનારા તસ્કરોને પકડવા માટે તજવીજ હાથધરી છે
મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ
ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber
ટ્વિટર:-
https://twitter.com/thepressofindia
ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en
વ્હોટ્સએપ ગૃપ :-
મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA
મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide
