વાંકાનેર: આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ વાંકાનેર શહેરના અધ્યક્ષ તરીકે દેવરામભાઈ પંડ્યાની નિમણુંક

0
32
/

વાંકાનેર : આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ડો. પ્રવિણભાઈ તોગડીયાના માર્ગદર્શન મુજબ મોરબી જીલ્લામા સંગઠનનો વિસ્તાર કરવાનુ આયોજન કરવામા આવી રહ્યુ છે. ત્યારે મોરબી જીલ્લા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી, સી. ડી. રામાવત, હસુભાઈ પંડિત, નિર્મિત કક્કડ દ્વારા વાંકાનેર શહેર આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ તરીકે દેવરામભાઈ પંડ્યાની નિમણુંક કરવામા આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે દેવરામ ભાઈ છેલ્લા ઘણા સમયથી જાહેર જીવન સાથે સંકળાયેલા છે. તેઓ વાંકાનેર તાલુકા બજરંગ દળના અધ્યક્ષ તરીકે કામગીરી કરી રહ્યા હતા. ડો. પ્રવિણભાઈ તોગડીયાએ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની સ્થાપના કર્યા બાદ વિવિધ પ્રખંડોમાંથી કાર્યકર્તાઓ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદમા જોડાઈ રહ્યા છે. ત્યારે આગામી સમયમા મોરબી જીલ્લાના વિવિધ મથકોમા પણ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદનો વિસ્તાર કરવામા આવશે. તેમ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના મંત્રી નિર્મિત કક્કડએ યાદીમાં જણાવેલ છે.

વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

વધુ સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/