હળવદ: શારીરિક-માનસિક ત્રાસ આપવાના ગુન્હામાં આરોપી શખ્સ ઝડપાયો

0
57
/

હળવદ: તાજેતરમા મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડે શારીરિક માનસિક ત્રાસ આપવાના ગુન્હામાં છેલ્લા 5 મહિનાથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડી હળવદ પોલીસને સોંપી આપ્યો છે.

હળવદમાં શારીરિક માનસિક ત્રાસ આપવાના ગુન્હામાં છેલ્લા 5 મહિનાથી વોન્ટેડ 39 વર્ષીય જ્યંતીભાઈ વસ્તાભાઈ પરમાર (રહે. મૂળ મિયાણી. તાલુકો હળવદ, હાલ રહે. ચોટીલા-થાનગઢ રોડ)ને ચોટીલા નજીક એકતા વિદ્યાલય ખાતેથી ઝડપી પાડી આગળની કાર્યવાહી માટે હળવદ પોલીસને સોંપી આપ્યો છે. ઉપરોક્ત કામગીરીમાં પોલીસ ઇન્સ્પેકટર વી.બી. જાડેજા, પોલીસ સબ ઇન્સ્પેકટર એન. બી. ડાભી એલ.સી. બી. મોરબી, તથા પેરોલ ફર્લો સ્ક્વોડના એ.એસ આઈ. રસિકભાઈ ચાવડા, પો.હેડ.કોન્સ. વિક્રમસિંહ બોરાણા, ચંદ્રકાંતભાઈ વામજા, જયવંતસિંહ ગોહિલ, સહદેવસિંહ જાડેજા, જયેશભાઇ વાઘેલા, પોલીસ કોન્સ્ટેબલ બ્રિજેશભાઈ કાસુન્દ્રા, હરેશભાઇ સરવૈયા તથા એન્ટી હ્યુમન ટ્રાફિક યુનિટના પણ એ.એસ.આઈ. હીરાભાઈ ચાવડા સહિતનો સ્ટાફ રોકાયો હતો.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/