મોરબી : કરોડોનું ફુલેકુ ફેરવનાર ઠગ ચાર દિવસની રિમાન્ડ પર

0
171
/

પોલીસે છેતરપીંડી આચરનાર આરોપીને ૧૪ દિવસની રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કર્યો

મોરબી : મોરબીમાં કરોડોનું ફુલેકુ ફેરવનાર ઠગને આજે પોલીસે ૧૪ દિવસની રિમાન્ડ સાથે કોર્ટમાં રજૂ કર્યા હતા. ત્યારે કોર્ટે આ ઠગના ચાર દિવસના રિમાન્ડ મંજુર કરી આપ્યા હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીમાં અનેક લોકોને નોકરી અપાવવા, વિદેશ મોકલી આપવા તેમજ સરકારી જમીન પોતાના નામે કરાવી આપવાની લાલચ દઈને રૂ. ૩.૪૬ કરોડનું ફુલેકુ ફેરવનાર અમદાવાદના મુકેશ જેઠા પટેલને એલસીબીએ પકડી પાડ્યો છે. જો કે આ આરોપીએ પોતાની પત્ની, પુત્ર અને પુત્રી સાથે મળીને અત્યાર સુધીમાં અનેક ગોરખધંધા કરીને ૪૫ ગુનાઓ આચર્યા હોવાનો ઘટસ્ફોટ પણ થયો છે. ત્યારે વધુ તપાસ અર્થે પોલીસે આ આરોપીને ૧૪ દિવસની રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કર્યો હતો. ત્યારે કોર્ટે આ આરોપીની ચાર દિવસની રિમાન્ડ મંજુર કરી આપી છે.આગામી તા. ૧૯ સુધી પોલીસ દ્વારા આ ઠગને રિમાન્ડમા લઈને તેણે અગાઉ કેવા કેવા ગુના આચર્યા છે. તેમજ તેની સાથ ગુનામાં સંડોવાયેલ પરિવારના સભ્યો કયા છે તે અંગેની પૂછપરછ હાથ ધરવામાં આવશે. તેમ તપાસ અધિકારી એલસીબી પીએસઆઇ વ્યાસે જણાવ્યું હતું.

મોરબી જિલ્લાના તાજા સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/