મોરબી: કર્તવ્ય જીવદયા કેન્દ્રની ટીમે કુવામાંથી કબૂતરના બચ્ચાંને બચાવ્યું : VIDEO

0
87
/

(કૌશિક મારવાણીયા) મોરબીમાં સેવા પરમો ધર્મ સૂત્રને સાર્થક કરતું કર્તવ્ય જીવદયા કેન્દ્ર સતત અબોલ જીવ પ્રત્યે માનવતા દાખવી પોતાના જીવના જોખમે રેસ્ક્યુ કરી બચાવવાની કામગીરી કરતા રહ્યા છે. ત્યારે મોરબીના એસ.પી રોડ ઉપર એક ખેતરના કુવામાં કબૂતર એ માંળો કર્યો હતો. પરંતુ વરસાદ આવવાના કારણે કૂવામાં પાણીનું સ્થર ઉંચું આવી જતા કૂવામાં માળામાંથી કબૂતરનું બચ્ચું માળામાંથી બહાર નીકળી પાણીમાં હોવાથી કર્તવ્ય જીવદયા કેન્દ્રની ટીમ અને ખતેરના સ્થાનિક લોકોની મદદથી કબૂતરના બચ્ચાંને બહાર કાઢવામાં આવ્યું હતું. કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા અનેક રેસ્ક્યુ કરી અબોલજીવને બચાવી માનવતાના ઉત્તમ પુરૂ પાડ્યું હતું.

           આ તકે કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા જણાવ્યું હતું કે, ખાસ કરીને હાલની વરસાદી માહોલ વચ્ચે કુવામાં પાણીનું સ્થર વધી રહ્યું છે. અને કુવામાં કબૂતરના માળા સુધી પહોચી ગ્યું નથી ને, જો આવુ કાઇ જણાય તો મો.૭૫૭૪૮૮૫૭૪૭, ૭૫૭૪૮૬૮૮૮૬ પર સંપર્ક કરવા જણાવાયું હતું.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/