મોરબીના વાવડી રોડ પર સ્કૂલ અને સોસાયટી પાસે ઉભરાતી ગટરની ગંદકીથી લોકો ત્રાહિમામ

0
68
/
જીવનજ્યોત સોસાયટી અને નવ નિર્માણ વિધાલયે ચીફ ઓફિસરને રજુઆત કરી

મોરબી : મોરબીના વાવડી રોડ પરની જીવનજ્યોત સોસાયટીમાં ભૂગર્ભ ગટર ઉભરવાની સમસ્યાએ માજા મૂકી છે. તેમજ આ વિસ્તારમાં આવેલ નવ નિર્માણ વિધાલય પાસે ગંદા પાણી ભરાયા છે. આથી સ્થાનિક લોકોનું આરોગ્ય જોખમમાં મુકાય ગયું છે. જોકે હાલ ચોમાસાની સિઝનમાં વરસાદથી ગટર ઉભરાવવાની સમસ્યા વધુ વકરે તેવી સ્થિતિ સર્જાઈ છે.

વાવડી રોડ ઉપર આવેલ જીવનજ્યોત સોસાયટી અને નવ નિર્માણ વિધાલયે ચીફ ઓફિસરને રજુઆત કરી હતી કે , આ જીવનજ્યોત સોસાયટીમાં આશરે 120 મકાનો આવેલા છે અને આ વિસ્તારમાં આવેલ ધો.1 થી.10 સુધીના અભ્યાસક્રમની નવ નિર્માણ વિધાલયમાં અંદાજીત એક હજાર જેટલા બાળકો અભ્યાસ કરે છે. જોકે આ સોસાયટીમાં છેલ્લા પાંચ વર્ષથી ભૂગર્ભ ગટર ઉભરવાની સમસ્યા સર્જાય છે. આ વિસ્તારમાં ભૂગર્ભ ગટરની યોગ્ય સફાઈ થતી ન હોવાથી ભૂગર્ભ ચોકઅપ થવાથી વારંવાર ગટરની ગંદકી ઉભરાઈ છે અને આખી સોસાયટી તથા આ સ્કૂલ પાસે ગટરની ગંદા પાણીના તલાવડા ભરાય છે. હાલ આ વિસ્તારમાં ગટર ઉભરાવાની સમસ્યા વકરી છે.તેથી મચ્છરોના વધતા ત્રાસથી સ્થાનિક લોકોના આરોગ્ય ઉપર ગંભીર ખતરો તોળાઈ રહ્યો છે.જોકે અગાઉ આ મામલે અનેક વખત રજુઆત કરવામાં આવી હતી. પણ આ રજુઆત તંત્રના બહેરા કાને અથડાઈ હતી. ત્યારે હવે ચોમાસામાં વરસાદથી આ સ્થિતિ વધુ ગંભીર બને તેમ હોય ફરી સ્થાનિકોએ રજુઆત કરીને આ પ્રશ્ન હલ ન થાય તો આંદોલન કરવાની આકરી ચીમકી આપી છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/