મોરબીના મુખ્ય બજારમાં મહિલા શૌચાલય બનાવવા મુખ્યમંત્રીનો આદેશ

0
155
/

મોરબી : તાજેતરમા સામાજિક કાર્યકરે મહિલા શૌચાલયની કામગીરી ન થવા બાબત મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી.જે અંર્તગત મુખ્યમંત્રી ના ઉપસચિવે તાત્કાલિક ધોરણે આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા શહેરી વિભાગને આદેશ કર્યો છે મોરબીના હાર્દ સમી મુખ્યબજારમાં નહેરૂ ગેઇટના ચોકમાં મહિલા શૌચાલય બનાવવા બાબતે યોગ્ય કરવા આદેશ કરવામાં આવ્યો છે

સામાજિક કાર્યકર રાજુભાઈ વી.દવે તથા અન્ય એ તા.08/02ની અરજીથી મહિલા શૌચાલયની કામગીરી ન થવા બાબત મુખ્યમંત્રી કાર્યાલયમાં મહિલા શૌચાલય બનાવવા મામલે રજૂઆત કરી હતી.સામાજિક કાર્યકર રાજુભાઈ વી.દવેની આ અંગેની રજૂઆત રંગ લાવી છે.મુખ્યમંત્રીના ઉપસચિવે મુખ્યબજારમાં નહેરૂ ગેઇટના ચોકમાં મહિલા શૌચાલય બનાવવા તાત્કાલિક ધોરણે આદેશ આપ્યા છે.શહેરની મુખ્ય બજારમાં શૌચાલય ન હોવાથી સ્ત્રીઓને પુરૂષના શૌચાલયમાં જવુ પડતું હોય છે.તહેવારે કે લગ્ન પ્રસંગોની ખરીદી કરવા બહારગામથી આવતી સ્ત્રીઓને ઘણી હાલાકીનો સામનો કરવો પડે છે અને ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ જાય છે.તેથી સામાજિક કાર્યકરોની આ અંગેની રજૂઆતને ધ્યાને લઇ સ્ત્રીઓને પડતી અગવડતા દૂર કરવા મુખ્યબજારમાં નહેરૂ ગેઇટના ચોકમાં મહિલા શૌચાલય બનવવામાં આવશે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/