મોરબીના રામચોક નજીક ટીસીમાંથી વીજ શોક લાગતા વધુ એક ગાયનું મોત

0
90
/

થોડા દિવસો પહેલા વીજ શોકથી બે ગાયના મોત થયા બાદ પણ તંત્રની નીંભરતા બરકરાર રહેતા આજે વધુ એક ગાયનો ભોગ લેવાતા તંત્ર સામે લોકોમાં ઉગ્ર આક્રોશ

 મોરબીના રામચોક પાસે આજે ટીસીમાંથી વીજ શોક લાગતા એક ગાયનું મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. અગાઉ વિશિપરામાં શોર્ટ લાગતા બે ગાયના મોત નિપજયા હતા. તેમ છતાં તંત્રએ પોતાની બેદરકારી જાળવી રાખતા વધુ એક ગાયનો ભોગ લેવાતા જીવદયાપ્રેમીઓમા ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

મોરબીના રામચોક વિસ્તારમાં આવેલા એક ટીસીમાં એક ગાયને અચાનક શોટ લાગતા તેનું મોત નીપજ્યું હતું. આ બનાવથી પીજીવીસીએલ તંત્રની ઘોર બેદરકારી છતી થઈ છે. જો કે અગાઉ બે દિવસ પૂર્વે જ વિશિપરા વિસ્તારમા શોર્ટ લાગતા બે ગાયનો ભોગ લેવાયો હતો. તેમ છતાં તંત્રએ પોતાની નીંભરતા બરકરાર રાખતા આજે પણ એક ગાયનો ભોગ લેવાયો છે.ઉલ્લેખનીય છે કે પીજીવીસીએલ અને પાલિકા દ્વારા પ્રિ મોન્સૂન કામગીરીના બણગા ફૂંકવામાં આવતા હતા. પરંતુ ચોમાસામાં માત્ર થોડો વરસાદ પડતા જ પ્રિ મોન્સૂનની પોલ ખુલી ગઈ છે. હાલ શહેરમાં અનેક જગ્યાએ ખુલ્લા વીજ વાયરો, ટીસીની ખુલ્લી પેટીઓ, ટીસી પાસેની તૂટેલી સેફટી જાળી જોવા મળી રહી છે. ત્યારે તંત્રએ આ અંગે વહેલી તકે કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગ ઉઠી છે.

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/