મોરબીના ગ્રામીણ વિસ્તારમાં પીવાના પાણીની ફરિયાદ માટે ટોલ ફ્રી નંબર જાહેર કરાયો

0
59
/
/
/

મોરબી  જિલ્લાના ગ્રામીણ વિસ્તારનાં લોકો પીવાનાં પાણીની ફરીયાદ ટોલ ફ્રી હેલ્પ લાઇન નંબર ૧૯૧૬ ઉપર નોંધાવી શકશે. ગ્રામ્ય વિસ્તારની પીવાનાં પાણીની સમસ્યાના ઝડપી ઉકેલ માટે ૧૯૧૬ ટોલ ફ્રી નંબર કાર્યરત છે. આ ટોલ ફ્રી નંબર ઉપર પીવાનાં પાણી અંગેની સમસ્યાનો ઝડપી ઉકેલ માટે ૧૯૧૬ ટોલ ફ્રી નંબર ૨૪ કલાક કાર્યરત છે.

પીવાનાં પાણીને લગત ફરીયાદ જેવી કે હેન્ડ પમ્પ રીપેરીંગ, મીની પાઇપ યોજનાનું રીપેરીંગ અને વ્યક્તિગત કે જુથ પાણી પુરવઠા યોજના દ્વારા આપવામાં આવતા પાણી અંગેની કોઇપણ ફરીયાદ નોંધાવી શકે છે. ગ્રામ્ય વિસ્તારમાં પાણીની પાઇપ લાઇનમાં ભંગાણ કે લીકેજ હોય,પાણીની ચોરી થતી હોય અથવા કોઇ વિસ્તારમાં પાણીનો ખોટો વેડફાટ થતો હોય તેવા કિસ્સામાં પણ ફરીયાદ નોંધાવી શકે છે. ગુજરાત પાણી પૂરવઠા બોર્ડ દ્વારા ઓનલાઇન ફરીયાદ નોંધવાની સુવિધા પણ પુરી પાડવામાં આવે છે.

કોઇપણ વ્યક્તિ ws.gujarat.gov.in વેબસાઇટ New Complaint સેક્શન મારફતે નવી ફરીયાદ નોંધાવી શકાશે. જો કોઈ કિસ્સામાં ટોલ ફ્રી નંબર ૧૯૧૬ વ્યસ્ત જણાય તેવા કિસ્સામાં અન્ય નંબર ૧૮૦૦ ૨૩૩ ૩૯૪૪ ઉપર પણ ફરીયાદ નોંધાવી શકાશે તેમ કાર્યપાલક ઈજનેર જાહેર આરોગ્ય બાંધકામ વિભાગ મોરબીની યાદીમાં જણાવાયુ છે.

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/
Banner