માળીયામાં યુવતીને ભગાડી જવા મુદ્દે તકરાર

0
93
/

યુવતીના પરિવારજનોએ યુવાનના પરિવારના સભ્યો ઉપર કર્યો હુમલો

માળીયા : હાલ માળીયામાં યુવતીને ભગાડી જવા મુદ્દે મારામારી થઈ હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં યુવતીના પરિવારજનોએ યુવાનના પરિવારના સભ્યો ઉપર હુમલો કરીને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ પણ હાથ ધરી છે.

આ બનાવની માળીયા (મી) પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી ઇકબાલભાઇ મામદભાઇ મોવર (ઉવ-પ૦ ધંધો મજુરી રહેવાસી માળીયા મીંયાણા તાલુકા શાળાની પાસે) એ આરોપીઓ નેકમામદભાઇ કાસમભાઇ તરાયા, સીકંદર ઇસ્માઇલભાઇ તરાયા, મહમહ ઓસ્માણભાઇ તરાયા (જશાપર વાંઢ શિકારપુર, કચ્છ), સલીમભાઇ સુભાન કટીયા (વિશાલા હોટલ પાસે માળીયા) સામે ફરિયાદ નોંધાવી હતી કે, આજથી આશરે સાતેક મહીના પહેલા આરોપીની દીકરીને સાહેદ આબીદ ભગાડીને લઇ ગયેલ હોય જે બાબતનો ખાર રાખી ગત તા.૨૫ ના રોજ સાંજના પોણા પાંચેક વાગ્યા વખતે આરોપીઓએ ફરીયાદી તથા સાહેદને ગાળો આપી ધારીયા તથા લોખંડના પાઇપથી શરીરે નાના મોટી ઇજાઓ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. માળીયા પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/