ફરીયાદીનું મકાન મોર્ગેજમાંથી મુક્ત કરવાનો મોરબી જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન નો હુકમ

0
32
/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી ના વ્રજ સિરામિક પ્રા.લી દ્વારા શ્રી રાજકોટ નાગરિક બેંક લી. મોરબી શાખામાંથી લોન લીધેલ હતી. તેઓએ લોનની રકમ ભરપાઈ કરવા છતાં તેમાં મોર્ગેજ કરેલ રમેશભાઈ ટપુભાઈ ભોરાનિયનું રાજકોટ સ્થિત મકાન રિલીઝ ન કરતા રમેશભાઈ ટપુભાઈ ભોરણીયા તેઓના વકીલ શ્રી મયુર પી. પુજારા મારફતે મોરબી જિલ્લા ગ્રાહક તકરાર કોર્ટ માં ફરિયાદ કરતા બેંક દ્વારા એવો વાંધો લેવામાં આવેલ કે રમેશભાઈ ગંગોત્રી ગ્લેઝમાં જામીન તરીકે હોય તેઓની પ્રોપર્ટી મુક્ત કરી શકાય નહીં જેથી કેશ ચાલી જતાં રમેશભાઈ ટપુભાઈ ભોરણિયાના વકીલ દલીલ તથા રજૂ કરેલ પુરાવા ધ્યાને લઇ ગ્રાહક સુરક્ષા આયોગ દ્વારા એવું માનવામાં આવેલ કે જે મિલકત મોર્ગેજ કરેલ હતી તે મિલકત પરની લોન ભરપાઈ થઈ જવા છતાં મિલકત રિલીઝ ન કરવી તે ગ્રાહક નું શોષણ કહેવાય અને અયોગ્ય વેપાર નીતિ કહેવાય અને તે અટકાવવી જોઈએ. જેથી મોરબી જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કરીને શ્રી રાજકોટ નાગરિક બેંક ને એવો હુકમ કરવામાં આવેલ છે કે વ્રજ સિરામિક પ્રા.લી દ્વારા લેવાયેલ લોન ના કામે જામીન તરીકે રમેશભાઈ ટપુભાઈ ભોરણિયાનું મોર્ગેજ કરેલ મકાન મોર્ગેજ માંથી મુક્ત કરવું અને મુક્ત કર્યા નું લખાણ રમેશભાઈ ટપુભાઈ ભોરણિયાને હુકમ ના ૪૫ દિવસ માં આપવું. આ કામે ફરિયાદી રમેશભાઈ તરફે મોરબીના વકીલ શ્રી મયુર પી.પુજારા રોકાયેલ હતા.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/