ટંકારાની સીમમાં લૂંટારૂગેંગ ત્રાટકી: ટંકારાનો એક શ્રમિક લૂંટાયો

0
75
/

લજાઈ-હડમતીયા ગામની સીમમાં ભેંસ ગોતવા ગયેલ શ્રમિકને માર મારી સોનાની ડોડો- ૫૦૦૦ રૂપિયા રોકડાની લૂંટ ચલાવી

મોરબી : તાજેતરમા ટંકારા નજીક લજાઈ તથા હડમતીયા ગામની સીમમાં પોતાની ભેંસ શોધવા ગયેલા શ્રમિકને ત્રણ લૂંટારુઓએ બેફામ માર મારી લૂંટી લેતા સનસનાટી મચી જવા પામી છે, હાલ ભોગ બનેલા શ્રમિકને સારવાર માટે મોરબી સરકારી હોસ્પિટલ બાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ લૂંટ ની આ ચકચારી ઘટનાની વિગત જોઈએ તો ટંકારાના ઊગમણા નાકે રહેતા અને મજૂરીકામ કરતા સારૂભાઈ ભાણાભાઈ વાઘેલા ઉ.38 આજે પોતાના ઘરે આવ્યા બાદ તેમની પાલતુ ભેસ ઘરે આવી ન હોય ભેસ શોધવા હડમતીયા અને લજાઈ ગામની સીમમાં ગયા હતા.જ્યા ત્રણ બુકાનીધારી લૂંટારું ત્રાટકયા હતા અને સારુભાઈના ગળામાંથી એક તોલા સોનાની ડોડી તથા ખિસ્સામાં રહેલા 5000 રૂપિયા લૂંટી લઇ બેફામ માર માર્યો હતો. જો કે જેમ તેમ કરી સારુભાઈ નજીક આવેલા ભરડીયા સુધી પહોંચી જતા તેમનો જીવ બચી ગયો હતો.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/