હળવદ માર્કેટિંગ યાર્ડ નજીક ઇનોવા કાર હડફેટે બાઈકચાલક ઈજાગ્રસ્ત

0
40
/
અકસ્માત સર્જી ઇનોવા કારનો ચાલક નાસી પણ છૂટ્યો

હળવદ : હાલ હળવદ-ધ્રાંગધ્રા રોડ ઉપર માર્કેટિંગ યાર્ડ નજીક ઇનોવા કારના ચાલકે બાઈકને હડફેટે લેતા બાઈક ચાલકને ઈજાઓ પહોંચી હતી. આ અકસ્માત સર્જી ઇનોવા ચાલક ફરાર થઇ ગયો હતો.

ગઈકાલે બપોરના સમયે હળવદ ધ્રાગધ્રા હાઇવે માર્કેટીંગ યાર્ડથી થોડેક દુર ધ્રાંગધ્રા બાજુ જવાના રોડ ઉપર ઇનોવા ગાડી નંબર- GJ-12-AR-9413ના ચાલકે મોટર સાયકલ નંબર- GJ-06-ER-7264 લઈને જઈ રહેલા વિષ્ણુભાઈ હરજીભાઈ પરમાર, (ઉં.વ.૪૦, ધંધો-ખેતી-કામ, રહે-ગામ કોંઢ, તા-ધ્રાંગધ્રા)ને પાછળથી આવી ભટકાડી શરીરે નાની મોટી મુઢ ઈજાઓ કરી તથા સાહેદ ઘનશ્યામભાઈને શરીરે નાની મોટી ઈજાઓ તથા માથાના ભાગે હેમરેજ જેવી ગંભીર ઇજા કરતા ફરિયાદ નોંધાવી છે. આ અકસ્માત સર્જી ઇનોવા ચાલક નાસી જતા પોલીસે કારના નંબરના આધારે વાહનના માલિક-ચાલકની શોધખોળ પણ હાથ ધરી છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/