વાકાનેરના જોધપરમાં ગૌવંશને ભાલા જેવો સળીયો મારીને ક્રૂરતા આચરાઈ

0
40
/
પશુપાલકે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી

વાંકાનેર : વાંકાનેર તાલુકાના જોધપર ગામમાં ગૌવંશને સળીયો મારીને ક્રૂરતા આચરવામાં આવી હતી. પશુપાલકે સળીયો મારનાર સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવી હતી.

જોધપર ગામમાં રહેતા પશુપાલક હરજીભાઇ ટીડાભાઇ ટોળીયા (ઉ.વ. ૨૪) એ તે જ ગામમાં રહેતા ઉસ્માનભાઇ આહમદભાઇ શેરસીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે ગઈકાલે તા. 3ના રોજ આરોપી ઉસ્માનભાઇની વાડીમાં ઉસ્માનભાઈએ રેઢીયાર સફેદ રંગના ખુંટીયા ગૌવંશને ભાલા જેવા અણીદાર સળીયાથી ઠાંઠાના ભાગે મારી બંને બાજુ ઇજા પહોચાડી હતી. તેથી, હિંદુ ધર્મના લોકોની લાગણીને ઠેસ પહોંચી છે. હાલમાં પોલીસ દ્વારા ફરિયાદના આધારે બનાવની વધુ તપાસ કરવામાં આવી રહી છે.

(રિપોર્ટ: હરદેવસિંહ ઝાલા)

વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

વધુ સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/