વાંકાનેરના આરોગ્યનગરમાં દાઝી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મૃત્યુ

0
33
/

વાંકાનેર : વાંકાનેરમાં રહેતી એક મહિલા થોડા દિવસ પહેલા દાઝી ગઈ હતી. તેથી, તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.

વાંકાનેરમાં ગાયત્રી મંદિર પાસે આરોગ્યનગરમાં રહેતા ભાવેશભાઇ ઉઘરેજાના પત્ની સંગીતાબેન (ઉ.વ. 28) થોડા દિવસ પહેલા ઘરે કેરોશીન સ્ટવમા પૂરતી વખતે દાઝી ગયેલ હતા. જેની સારવાર રાજકોટમાં સરકારી હોસ્પિટલમાં ચાલુ હતી. જ્યાં સારવાર દરમ્યાન ગઈકાલે તા. 27ના રોજ તેનું મોત થયું હતું. મૃતકના લગ્નને 10 વર્ષ થયા છે. આ બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે. તેમજ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/